New Delhi News/ અગ્નિવીરો માટે દિવાળી પહેલા સરકારની મોટી ભેટ, 25 ટકા બનશે કાયમી સૈનિક, 75 ટકાને મળશે બે વર્ષનો વધારાનો કાર્યકાળ

અગ્નિવીરો(Agniveer) અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, 25 ટકા નિયમિત સૈનિક બનશે, 75 ટકાનો કાર્યકાળ 2 વર્ષ વધ્યો

Breaking News India
Agniveer

New Delhi News: દિવાળી પહેલા મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. 25 ટકા અગ્નિવીર(Agniveer) નિયમિત સૈનિક બનશે. આ ઉપરાંત અગ્નિવીરોનો સેવા કાર્યકાળ 4 વર્ષથી વધારીને 6 વર્ષ કરવામાં આવ્યો છે. 75 ટકા અગ્નિવીર સેનામાં 6 વર્ષ સુધી રહેશે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીએ આ વાતની જાણકારી આપી છે.

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એન.એસ. રાજા સુબ્રમણીએ વધુ શું કહ્યું?

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(Chief of Defence Staff) જનરલ એન.એસ. રાજા સુબ્રમણીએ જણાવ્યું કે આજનો દિવસ ભારતીય સશસ્ત્ર દળો અને અગ્નિવીરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેબિનેટે તમામ અગ્નિવીરો માટે એક નવો માર્ગ ખોલી આપ્યો છે, જેના દ્વારા તેઓ ભારતીય સશસ્ત્ર દળોમાં કાયમી રીતે સામેલ થઈ શકશે. અગ્નિપથ યોજના(Agnipath Scheme) 2022માં  શરૂ કરવામાં આવી તે સમયે જ નક્કી કરાયું હતું કે અગ્નિવીરોના પ્રદર્શનનું સતત મૂલ્યાંકન થશે અને સમયાંતરે યોજનાની સમીક્ષા કરવામાં આવશે.

પ્રથમ બેચના પ્રદર્શનનું મૂલ્યાંકન

હવે અગ્નિવીરોની પ્રથમ બેચનો ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. આ ચાર વર્ષ દરમિયાન તેમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને તેમના કામ અંગે ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. જનરલ સુબ્રમણીના જણાવ્યા મુજબ, અગ્નિવીરોએ શારીરિક તંદુરસ્તી, પ્રેરણાનું સ્તર, મનોબળ અને ટેક્નોલોજી સંબંધિત ક્ષમતાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ યોજનાના ચાર મુખ્ય પાસાંનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.

75 ટકા અગ્નિવીરો(Agniveer)ને મળશે બીજા કાર્યકાળની તક

Agniveer
Agniveer Decision 25 percent regular soldier

યોગ્યતાના આધારે 25 ટકા અગ્નિવીરોને નિયમિત સૈનિક(Regular Soldier) તરીકે ભરતી કરવામાં આવશે. અગાઉ બાકીના 75 ટકા અગ્નિવીરોને ચાર વર્ષ બાદ શિસ્તબદ્ધ અને પ્રેરિત યુવાનો તરીકે સમાજમાં પરત મોકલવાના હતા. હવે આ યોજનામાં ફેરફાર કરાયો છે. ભારતીય સશસ્ત્ર દળોએ ભલામણ કરી હતી કે બાકીના 75 ટકા અગ્નિવીરોને વધુ બે વર્ષનો બીજો કાર્યકાળ આપવામાં આવે, જેને આજે કેબિનેટે મંજૂરી આપી છે.

બે વર્ષ બાદ નિયમિત સૈનિક બનવાની તક

જ્યારે અગ્નિવીરો પોતાનો બીજો બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે, ત્યારે સશસ્ત્ર દળોમાં(Armed Forces) જોડાવા ઇચ્છુક તમામ અગ્નિવીરોને નિયમિત સૈનિક તરીકે ભરતી થવાની તક અપાશે. જોકે, આ તેમની પોતાની ઇચ્છા અને પસંદગીના નિષ્પક્ષ માપદંડો પર આધારિત રહેશે. આ નિર્ણય લાંબી સમીક્ષા અને વિચારણા બાદ લેવાયો છે અને તેનાથી સશસ્ત્ર દળોની કાર્યક્ષમતા, સંગઠનાત્મક જરૂરિયાતો અને અગ્નિવીરોની આકાંક્ષાઓ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ મળશે.


આ પણ વાંચો: Gujarat Police Recruitment પૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષામાંથી મુક્તિ, 20% અનામત યથાવત્
આ પણ વાંચો: PM મોદીના નામે ઓળખાશે નોઇડા એરપોર્ટ! અગ્નિવીરોને 20% અનામત, UP કેબિનેટના મોટા નિર્ણયો
આ પણ વાંચો: મુખ્યમંત્રીનો પૂર્વ અગ્નિવીરોની ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય