અમદાવાદ,
તલાટી કૌભાંડમાં લોકો સાથે છેતરપિંડી કરનાર કલ્યાણસિંહ ચંપાવત સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં આનંદનગર પોલીસ સ્ટેશમમાં બે મહિલાઓએ ચંપાવત સામે કલ્યાણસિંહ છેડતીની ફરિયાદ નોંધાઈ છે.
ચંપાવતે મહિલાને નોકરીની લાલચ આપી વારંવાર અલગ અલગ જગ્યાઓ પર બોલાવી છેડતી કરી હોવાની અને મોબાઈલ પર મેસેજ કરી તેને ધમકાવવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જે મામલે આનંદ નગર પોલીસે ચંપાવતને મેટ્રો કોર્ટેમાં રજૂ કર્યો હતો. પોલીસે આરોપીની રિમાન્ડ ન માંગતા કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.
