અમદાવાદ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 141 રથયાત્રાને લઈને મુસ્લિમ બિરાદરોએ મંદિરની મુલાકાત લીધી હતી. તેમજ ઢોલ વગાડીને ધુમ ધામથી મુસ્લિમ બિરાદરોએ જગન્નાથ મંદિરમાં ચાંદીનો રથ અર્પણ કર્યા હતો.
સાથે જ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સમાજિક યોગદાન પુરુ પાડવા માટે આ કાર્યક્રમમાં પુરૂષો સાથે મહિલાઓ પણ જોડાયી હતી.
હિન્દુ-મુસ્મિમ વચ્ચે કોમી એકતાની વાતો કરી હતી. આ મુસ્લિમ બિરાદરો દ્વારા દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે ચાંદીનો રથ અર્પણ કરવામાં આવે છે.
અમદાવાદમાં 14 તારીખે નિકળવા જઈ રહેલી ભગવાન જગન્નાથની 141 મી રથયાત્રાને લઈને અત્યારે તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. ત્યારે આ વર્ષે જગન્નાથજીની રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા,18 ભજન મંડળી, 3 બેંડબાજા 2500 જેટલા સાધુ સંતો જોડાશે.
જણાવી દઈએ કે આ આરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે. ત્યારબાદની વિધિઓમાં 4.30 વાગ્યે ખીચડીનો પ્રસાદ ધરવામાં આવશે અને સવારે અને ૫ વાગ્યે ભગવાનને પાટા ખોલવામાં આવશે. 5.45 કલાકે ભગવાનને રથમાં બેસાડવામાં આવશે.
આ શુભ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિન્દ વિધિ કરવામાં આવશે અને 7 વાગે રથયાત્રાનો પ્રારંભ થશે.
જયારે વાત કરવામાં આવે તો રથયાત્રામાં 30000 કિલ્લો મગ, 500 કિલ્લો જાંબુ, 300 કિલો કેરી, 400 કીલો કાકડી દાડમ અને 2 લાખ ઉપરણાનો પ્રસાદ ધરવામાં આવશે.
