Ahmedabad News/ અમદાવાદમાં શંકાસ્પદ ચૂનાનો જથ્થો ઝડપાયો: કઠવાડા GIDCની યુનિટ પર AMCની કાર્યવાહી, 450 કિલો માલ જપ્ત

અમદાવાદના કઠવાડા GIDCમાં આવેલી વૃષ્ટિ ટ્રેડિંગ યુનિટમાંથી AMCએ 450 કિલો શંકાસ્પદ ચૂનો (Suspected Lime Seized) ઝડપ્યો. લાયસન્સ વગર ચાલતી યુનિટમાંથી સેમ્પલ લઈ વધુ તપાસ શરૂ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Suspected Lime Seized:પાન-મસાલામાં વપરાતા શંકાસ્પદ ચૂના સામે AMC એક્શનમાં

Ahmedabad News: અમદાવાદમાં ખાદ્ય સુરક્ષાને લઈને મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના કઠવાડા GIDC વિસ્તારમાં આવેલી વૃષ્ટિ ટ્રેડિંગ નામની એક યુનિટમાંથી શંકાસ્પદ ચૂના (Suspected Lime Seized)નો મોટો જથ્થો ઝડપાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, યુનિટ જરૂરી લાયસન્સ વિના સંચાલિત થતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કરવામાં આવી છે.

450 કિલો શંકાસ્પદ ચૂનો જપ્ત

દરોડા દરમિયાન અધિકારીઓએ આશરે 450 કિલો શંકાસ્પદ ચૂનો (Suspected Lime Seized) કબજે કર્યો હતો. આ ઉપરાંત મોટી માત્રામાં પેકિંગ માટે તૈયાર પાર્સલ પણ મળી આવ્યા હતા. માલ પર જરૂરી માર્કિંગ અને નિયમોનું પાલન થયું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Suspected Lime Seized: લાયસન્સ વગર ચાલતી હતી યુનિટ

તપાસ દરમિયાન સામે આવ્યું કે સંબંધિત યુનિટ પાસે જરૂરી લાયસન્સ ન હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. જેના આધારે AMCના અધિકારીઓએ સ્થળ પર કાર્યવાહી કરીને નમૂનાઓ એકત્રિત કર્યા છે.

સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પરથી ચૂના (Suspected Lime Seized)ના સેમ્પલ લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ માલની ગુણવત્તા, સુરક્ષા અને કાયદાકીય ધોરણો અંગે સ્પષ્ટતા થશે. જો પરીક્ષણમાં અનિયમિતતા સામે આવશે તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

લોકોને સાવચેત રહેવાની અપીલ

ખાદ્ય સુરક્ષા વિભાગે લોકોને ગુણવત્તાયુક્ત અને અધિકૃત ઉત્પાદનોનો જ ઉપયોગ કરવાની સલાહ આપી છે. ખાસ કરીને પાન-મસાલા અથવા અન્ય ખાદ્ય ઉત્પાદનો સાથે ઉપયોગમાં લેવાતી સામગ્રી ખરીદતી વખતે તેની ગુણવત્તા અને વિશ્વસનીયતા અંગે સાવચેત રહેવું જરૂરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.


આ પણ વાંચો:અમદાવાદમાં ડુપ્લિકેટ પાન મસાલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો:પાન મસાલા જાહેરાત વિવાદમાં રાજસ્થાન હાઇકોર્ટ તરફથી સલમાન ખાનને રાહત, વોરંટ પર સ્ટે

આ પણ વાંચો:સુરતમાં નકલી પાન-મસાલાનું મોટું રેકેટ ઝડપાયું, લસકાણા ડાયમંડનગરની ફેક્ટરી પર દરોડા