Karnataka News/ બેંગલુરુના ડે-કેરમાં બાળકો સાથે દુર્વ્યવહારનો આરોપ: વીડિયો વાયરલ થતાં 5 મહિલા કર્મચારીઓ સામે FIR, તપાસ શરૂ

બેંગલુરુના એક ડે-કેર સેન્ટર (Bengaluru Day Care)માં બાળકો સાથે કથિત દુર્વ્યવહારના વીડિયો વાયરલ થયા બાદ પાંચ મહિલા કેરગિવર સામે FIR નોંધાઈ છે. કંપનીએ ડે-કેર સેન્ટર તાત્કાલિક બંધ કરી તપાસમાં સહયોગ આપ્યો.

Top Stories India Breaking News
Bengaluru Day Careમાં બાળકો સાથે ક્રૂર વર્તનનો આરોપ, વીડિયો સામે આવતા હડકંપ

Karnataka News: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ડે-કેર સેન્ટર (Bengaluru Day Care)માં નાના બાળકો સાથે કથિત દુર્વ્યવહારનો ગંભીર મામલો સામે આવ્યો છે. શહેરના HAL વિસ્તારમાં આવેલા એક કોર્પોરેટ કેમ્પસમાં સંચાલિત ડે-કેર સેન્ટરમાં 2થી 3 વર્ષની ઉંમરના બાળકો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાના આરોપો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પાંચ મહિલા કેરગિવર સામે FIR નોંધાવી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

વીડિયો વાયરલ થતાં થયો ખુલાસો

માહિતી અનુસાર, ડે-કેર સેન્ટર (Bengaluru Day Care)ના કેટલાક વીડિયો વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાદ ચાઈલ્ડ હેલ્પલાઈનને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

બાળકો સાથે અયોગ્ય વર્તનના આરોપ

ફરિયાદ મુજબ, બાળકો રડતા હોય ત્યારે તેમને બાથરૂમમાં બંધ કરી દેવામાં આવતા હતા. ઉપરાંત બાળકો સાથે અન્ય અપમાનજનક અને અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાના પણ આરોપ છે. આ વીડિયો સામે આવ્યા બાદ માતા-પિતા અને અધિકારીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે.

પોલીસ શું કહે છે?

પોલીસના જણાવ્યા અનુસાર, ડે-કેરમાં આવતા બાળકો કેમ્પસમાં કાર્યરત IT પ્રોફેશનલ્સના સંતાનો છે. અધિકારીઓએ જણાવ્યું કે વીડિયોમાં દેખાતી બાબતો અત્યંત ગંભીર છે અને સમગ્ર ઘટનાની દરેક દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.હાલ પોલીસે પાંચ મહિલા કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે. સમાચાર લખાય ત્યાં સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

Bengaluru Day Care કોણ ચલાવતું હતું?

તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે ડે-કેર (Bengaluru Day Care)નું સંચાલન સીધું કંપની દ્વારા કરવામાં આવતું હતું કે કોઈ બાહ્ય એજન્સીને તેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ અંગે તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર થઈ શકે છે.

બાળ અધિકાર આયોગ પણ એક્શનમાં

કર્ણાટક રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે પણ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે. આયોગે સંબંધિત અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગવાનો નિર્ણય કર્યો છે અને પોતાના સ્તરે પણ તપાસ કરશે.

કંપનીએ શું કહ્યું?

કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે કર્મચારીઓ અને તેમના પરિવારજનોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કંપની તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે. સાવચેતીના ભાગરૂપે બેંગલુરુ સ્થિત ઓન-કેમ્પસ ડે-કેર સેન્ટર (Bengaluru Day Care)ને હાલ પૂરતું અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.

કેપજેમિની વિશ્વની અગ્રણી IT અને ટેક્નોલોજી સેવા આપતી કંપનીઓમાંની એક છે. કંપનીનું મુખ્ય મથક ફ્રાન્સના પેરિસમાં આવેલું છે અને તે સોફ્ટવેર, ક્લાઉડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સાયબર સિક્યુરિટી અને કન્સલ્ટિંગ સહિત વિવિધ સેવાઓ પ્રદાન કરે છે. કંપની 50થી વધુ દેશોમાં કાર્યરત છે અને વિશ્વભરમાં અંદાજે 3.5 લાખ કર્મચારીઓ કાર્યરત છે. ભારતમાં બેંગલુરુ સહિત અનેક શહેરોમાં તેની ઓફિસો આવેલી છે.


આ પણ વાંચો:થાઇલેન્ડમાં માસ ફાયરિંગ: 22 બાળકો સહિત 34ના મોત

આ પણ વાંચો:રાજ્યમાં જીવનશૈલી આધારિત બિનચેપી રોગોના પડકાર સામે સરકાર સક્રિય

આ પણ વાંચો:આયુષ્માન કાર્ડથી કેન્સર સામે લડશે, ભૂપેન્દ્ર પટેલે કહ્યું આ કાર્ડ માત્ર કાગળનો ટુકડો નથી….