Ahmedabad News/ કેસ પરત લેવા યુવતીને જાનથી મારી નાખવાની ધમકી, આપઘાતનો પ્રયાસ; આરોપીના ભાઈ સામે ફરિયાદ

માધુપુરામાં અગાઉના કેસને લઈને યુવતીને ધમકી (Madhupura Girl Threatened) આપ્યાના આક્ષેપ બાદ આરોપીના ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Top Stories Ahmedabad Gujarat
Madhupura Girl Threatened : ‘કેસમાં સમાધાન કરી લો, નહીં તો...’ યુવતીને ધમકી આપ્યાનો આક્ષેપ, પોલીસે તપાસ શરૂ કરી

Ahmedabad News: શહેરના માધુપુરા વિસ્તારમાં એક યુવતીને અગાઉ નોંધાયેલા કેસમાં સમાધાન કરી ફરિયાદ પરત ખેંચી લેવા માટે ધમકી (Madhupura Girl Threatened) આપવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. યુવતીનો આરોપ છે કે કેસમાં સંડોવાયેલા વ્યક્તિના ભાઈએ તેને, તેના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી (Madhupura Girl Threatened) આપી હતી. આ ધમકીથી ગભરાયેલી યુવતીએ પોતાના ઘરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર બાદ યુવતીએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Madhupura Girl Threatened: 2024ના કેસને લઈને અદાવત હોવાનો આક્ષેપ

મળતી માહિતી મુજબ, માધુપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પ્રિયંકા વાઘેલા ઘરકામ કરે છે. વર્ષ 2024માં તેની મોટી બહેન વસંતીએ રાહુલ ડાભાણી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જૂન 2024માં રાહુલ ડાભાણીના ભાઈ દશરથ વિરુદ્ધ પ્રિયંકાએ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ પ્રિયંકા સામે પણ ફરિયાદ નોંધાઈ હતી. બંને કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

પ્રિયંકાના જણાવ્યા પ્રમાણે, આ જૂના કેસની અદાવત રાખીને દશરથનો નાનો ભાઈ દિનેશ ડાભાણી તેને પરેશાન કરતો હતો. ફરિયાદ પરત ખેંચવા માટે તેના પર દબાણ કરવામાં આવતું હતું અને તેને જાનથી મારી નાખવાની ધમકી (Madhupura Girl Threatened) પણ આપવામાં આવતી હતી. જેના કારણે યુવતી માનસિક તણાવમાં રહેતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

રસ્તામાં રોકીને ધમકી આપ્યાનો આક્ષેપ

20 ઓગસ્ટની સાંજે પ્રિયંકા ઘરના સામાનની ખરીદી કરવા માટે બહાર નીકળી હતી. તે સમયે સોસાયટીના ગેટ પાસે દિનેશ ડાભાણી રિક્ષા લઈને ઉભો હોવાનો યુવતીનો આક્ષેપ છે. ફરિયાદ મુજબ, દિનેશે યુવતી સાથે ગાળાગાળી કરી હતી અને અગાઉના કેસમાં સમાધાન નહીં કરવામાં આવે તો તેને તેમજ તેના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી (Madhupura Girl Threatened) આપી હતી. આ ધમકીથી ડરી ગયેલી પ્રિયંકા ખરીદી કર્યા વગર ઘરે પરત ફરી હતી. ત્યારબાદ તેણે પોતાના ઘરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

દિનેશ ડાભાણી સામે પોલીસ ફરિયાદ

સારવાર દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યા બાદ પ્રિયંકાએ દિનેશ ડાભાણી વિરુદ્ધ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં કરાયેલા આક્ષેપો, અગાઉના કેસની વિગતો અને યુવતીને આપવામાં આવેલી કથિત ધમકી (Madhupura Girl Threatened) અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ સમગ્ર મામલે હકીકત વધુ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:કાલુપુર પોલીસ સ્ટેશનમાં સેટીંગ..મારું કંઈ નહીં બગાડી શકો કહી યુવકે યુવતીને આપી એસિડ એટેકની ઘમકી

આ પણ વાંચો:રાજકોટ લવજેહાદ મામલો : ઘર્મ છુપાવીને યુવતીને ફસાવી પ્રેમજાળમાં, જાણો પછી શું થયું

આ પણ વાંચો:યુવતીનું છપાક થતા રહી ગયું, યુવકે એસિડ ફેંકવાની આપી ધમકી