Not Set/ અમદાવાદ: બાબા હડ્ડીનાં હત્યારાઓને પોલીસે દબોચી લીધા, ગઇકાલે થઇ હતી હત્યા

બાબા હડ્ડીનાં હત્યારા પોલીસની ગીરફ્તમાં પોલીસે હત્યારેઓની કરી ધરપકડ પડોશમાં રહેતા બે ભાઇએ જ કરી હત્યા ગઇકાલે શહેરમાં મોડીરાતે હત્યાની બીજી ઘટના નાણાની લેતીદેતીમાં ઈસનપુરના યુવકની હત્યા બાબા હડ્ડી નામના યુવકની હત્યા બોંબની ધમકી મામલે બાબા હડ્ડી હતો ચર્ચામાં BRTS બસ બોંબથી ઉડાવવાની આપી હતી ધમકી અમદાવાદમાં ગઇ કાલે બપોરનાં સુમેરે વકીલની ઓફિસમાં યુવતીની કરવામાં […]

Top Stories Ahmedabad Gujarat
  • બાબા હડ્ડીનાં હત્યારા પોલીસની ગીરફ્તમાં
  • પોલીસે હત્યારેઓની કરી ધરપકડ
  • પડોશમાં રહેતા બે ભાઇએ જ કરી હત્યા
  • ગઇકાલે શહેરમાં મોડીરાતે હત્યાની બીજી ઘટના
  • નાણાની લેતીદેતીમાં ઈસનપુરના યુવકની હત્યા
  • બાબા હડ્ડી નામના યુવકની હત્યા
  • બોંબની ધમકી મામલે બાબા હડ્ડી હતો ચર્ચામાં
  • BRTS બસ બોંબથી ઉડાવવાની આપી હતી ધમકી

અમદાવાદમાં ગઇ કાલે બપોરનાં સુમેરે વકીલની ઓફિસમાં યુવતીની કરવામાં આવેલી ઠંડા કલેજેથી હત્યા પછી મોડી રાતે ઇસનપુરનાં મિલ્લતનગરમાં રહેતા કુખ્યાત બાબા હડ્ડી નામક ઇસમની હત્યા થયાનું સામે આવ્યું હતું. એક જ દિવસમાં બે-બે કરપીણ હત્યાથી અમદાવાદની શાંતી છિનવાઇ ગઇ હોય તેવુ વાતાવરણ જોવામાં આવી રહ્યું હતું.

ઇસનપુરમાં પાડોશી વચ્ચે સામાન્ય બોલાચાલીની અદાવતમાં યુવકની ગઇ કાલે મોડી રાત્રે હત્યા કરી દેવાઇ હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાક હત્યા પાછળ મુળ નાણાની લેતીદેતી હોવાનું સામે આવી રહ્યું છે. 1 લાખની ઉઘરાણીને લઈ યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનુ જાણવામાં આવી રહ્યું છે. હત્યામાં પોલીસે બે સગા ભાઇઓની ધરપકડ કરી ગુનો ભેદ ઉકેલ્યો છે.

મિલ્લતનગરમાં રહેતા સાયરાબાનું યાસીન શેખના દિકરા આસિમ ઉર્ફે બાબા હડ્ડીને પાડોશમાં રહેતા બે ભાઇઓએ તીક્ષણ હથિયાર ઘા ઝીંકીને મોતને ધાટ ઉતારી દીધો હતો. મૃતક આસિમ ઉર્ફે બાબા હડ્ડી માનસિક બીમાર હતો. આસિમની બીમારીના કારણે વિસ્તારમાં લોકોને ગાળો બોલતો હતો અને તેમની પાસેથી રૂપિયા માગતો હતો. આપને જણાવી દઇએ કે બાબા હડ્ડી બોંબની ધમકી મામલે પણ જે તે સમયે ચર્ચામાં આવી ગયો હતો.  બાબા હડ્ડી દ્વારા  BRTS બસ બોંબથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી.

જાણકારી મુજબ ગત્ત મોડી રાતે આસિમની આ હરકતોનો ભોગ પાડોશમાં રહેતા અફજલ અહેમદઅલી અને અત્તહર ઉર્ફે અત્તર પણ બન્યા હતા. આસિમ અવારનવાર બંને ભાઇઓને ગાળો બોલતો હતો. જેની અંદાવત રાખીને આરોપી અત્તહરે આસીમને પકડી રાખ્યો હતો અને અફજલે ઉપરા છાપરી ચપ્પાના ઘા ઝીંકી આસિફને મોતને ધાટ ઉતારી દીધો હતો. હાલ બનેં આરોપી પોલીસની ન્યાયીક હિરાસતમાં છે.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન