Ahmedabad News/ હડતાળના લીધે મેડિકલ સ્ટોર્સ બંધ રહેવાના કારણે અમદાવાદીઓને ભારે હાલાકી

ઇ-ફાર્મસી અને ઓનલાઇન દવાના વેચાણમાં આખા દેશમાં કેમિસ્ટ એસોસિયેશને જાહેર કરેલી દેશવ્યાપી હડતાળનો અમદાવાદમાં પણ સજ્જડ અમલ થતાં કેટલાય લોકો તકલીફમાં મૂકાયા હતા. સ્થાનિક વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ પર આધારિત લોકોની તકલીફમાં નોંધપાત્ર વધારો થયો હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News:  દવાઓના ઓનલાઇન વેચાણના વિરોધમાં દેશવ્યાપી હડતાળમાં અમદાવાદમાં આજે સવારથી ઘણા મેડિકલ સ્ટોર્સ (Medical Stores) બંધ છે. અમદાવાદના કુલ ત્રણ હજાર મેડિકલ સ્ટોર્સ હડતાળમાં જોડાયા છે.  એશિયાની સૌથી મોટી અસારવા (Asarva) સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ની બહારના તમામ મેડિકલ સ્ટોર્સ સંપૂર્ણપણે બંધ છે. સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ જો હોસ્પિટલની બહારના મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે, તો દર્દીઓને મોટી અસુવિધાનો સામનો કરવો પડશે. મેડિકલ સ્ટોર્સની બહાર દેશવ્યાપી કેમિસ્ટ હડતાળની જાહેરાત કરતા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં હડતાળની માંગણીઓ અને કારણો દર્શાવવામાં આવ્યા છે.

મેડિકલ સ્ટોર્સ (Medical Stores) બંધ રહેતા લોકો મુશ્કેલીમાં

મેડિકલ સ્ટોર્સ બંધ થવાથી લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. શહેરમાં એક પિતા પોતાના પુત્રના ઓપરેશન માટે દવા ખરીદવાનો પ્રયાસ કરતી વખતે લાચાર જોવા મળ્યા.  અમદાવાદમાં એક બેને જણાવ્યું હતું કે, “હું સૈજપુર ટાવરથી છું. મારી નણંદને કમરનો દુખાવો છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.” હું હમણાં જ તેમની દવા લેવા આવી હતી, પરંતુ મેડિકલ સ્ટોર્સ બંધ છે. હું સવારથી જ વિવિધ મેડિકલ સ્ટોર્સની મુલાકાત લઈ રહી છું, પરંતુ બધી બંધ છે.

નારણપુરા, વાડજ, અખબારનગર અને નવાવાડજમાં સજ્જડ બંધ

અમદાવાદમાં નારણપુરા, વાડજ, અખબારનગર અને નવાવાજ જેવા વિસ્તારોમાં દવાની દુકાનોએ સજ્જ બંધ પાળ્યો હતો. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યુ સીજી રોડ પર આઠથી વધુ મેડિકલ સ્ટોર્સ પણ બંધ રહ્યા હતા. જોકે, એપોલો ફાર્મસી દવાની દુકાન ખુલ્લી હતી. અહીં તે વાત ઉલ્લેખનીય છે કે ફાર્મસી ચેઇનના બધા મેડિકલ સ્ટોર્સ ચાલુ છે. આ ઉપરાંત ચાંદખેડાના આઇઓસી રોડ પરના મેડિકલ સ્ટોર્સ પણ બંધ હતા. જો કે અમદાવાદમાં અમદાવાદ સિવિલની અંદર મેડિકલ સ્ટોર્સ ખુલ્લા હતા.  અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર મેડિકલ સ્ટોર્સ ખુલ્લા છે, જ્યાં દર્દીઓ હજુ પણ દવા લેવા આવી રહ્યા છે.

કેટલાય લોકોને દવાવિહોણા રહેવાની ફરજ પડી

અમદાવાદના શરદભાઈએ જણાવ્યું હતું કે “મારા દીકરાને એલર્જી અને તાવ છે. હું અડધા કલાકથી દવા શોધી રહ્યો છું, પણ મને ક્યાંય મળી રહ્યો નથી. સવારથી બધા મેડિકલ સ્ટોર્સ બંધ છે. જો મને દવા નહીં મળે તો સમસ્યા વધશે.” અમદાવાદના નિશાતે જણાવ્યું હતું કે “મારો દીકરો બીમાર છે.” તેની સર્જરી થવાની છે, અને હું સવારથી દવા શોધી રહ્યો છું, પણ મને ક્યાંય મળી રહી નથી. બધા મેડિકલ સ્ટોર્સ બંધ છે, અને મારે તે મેળવવાની જરૂર છે.

સિવિલ અને વીએસ હોસ્પિટલની અંદરના મેડિકલ સ્ટોર્સ ચાલુ

વીએસ હોસ્પિટલની બહારના બધા મેડિકલ સ્ટોર્સ બંધ છે. અમદાવાદના બધા મેડિકલ સ્ટોર્સ તેમના સ્ટોર્સ બંધ રાખીને હડતાળમાં જોડાઈ રહ્યા છે. દેશવ્યાપી કેમિસ્ટ હડતાળના બેનરો મેડિકલ સ્ટોર્સની બહાર પણ લગાવવામાં આવ્યા છે, જેમાં દર્દીઓને થયેલી અસુવિધા બદલ માફી માંગવામાં આવી છે.


આ પણ વાંચો : આજે દેશભરમાં કેમિસ્ટ સંગઠનો હડતાળ પર,1.2 મિલિયન મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે

આ પણ વાંચો : અમદાવાદમાં કફ સિરપના ગેરકાયદેસર વેચાણ સામે તંત્ર સક્રિય, 8 મેડિકલ સ્ટોર્સ પર દરોડા

આ પણ વાંચો : ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સંકલનમાં રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ