Ahmedabad News: શહેરના સૈજપુર વિસ્તારમાં મોડી રાત્રે નજીવી બાબતે થયેલો વિવાદ ઉગ્ર બન્યો હતો. પાટિયાનગરની ચાલીમાં ગાળો બોલતા કેટલાક શખસોને રોકતા મામલો મારામારી અને પથ્થરમારા (Stone Pelting Case) સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં ફરિયાદીની દીકરીને કપાળના ભાગે ઈજા પહોંચી હતી.સમગ્ર મામલે શહેરકોટડા પોલીસે 8 શખસો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Stone Pelting Case: ગાળો બોલતા લોકોને રોકતા થયો વિવાદ
મળતી માહિતી મુજબ, સૈજપુરના પાટિયાનગરની ચાલીમાં રહેતા પિનાકીન જાદવે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પિનાકીન જાદવ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. 4 ઓગસ્ટની રાત્રે તેઓ પોતાના ઘરે હાજર હતા. દરમિયાન રાત્રિના લગભગ 11 વાગ્યાના સમયે ચાલીમાં કેટલાક લોકોનો અવાજ સંભળાયો હતો.તેમણે નીચે આવીને જોયું તો કેટલાક લોકોનું ટોળું એકઠું થયેલું હતું અને તેમાં કેટલાક શખસો ગાળો બોલી રહ્યા હતા.
રોકતા શખસો ઉશ્કેરાયા
ફરિયાદ મુજબ, પિનાકીન જાદવે ટોળામાં રહેલા લોકોને ગાળો બોલવાની ના પાડી હતી. આ વાતથી કેટલાક શખસો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની સાથે બોલાચાલી શરૂ કરી હતી.થોડી જ વારમાં મામલો ઝઘડા સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ ચાલીના અન્ય લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા.
Stone Pelting Case: ઈંટો અને પથ્થરો વડે કર્યો હુમલો
આરોપ છે કે ઉશ્કેરાયેલા ટોળાએ ચાલીના લોકો સાથે મારામારી શરૂ કરી હતી અને ત્યારબાદ ઈંટો તથા પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું હતું.આ હુમલા દરમિયાન પિનાકીન જાદવની દીકરીને કપાળના ભાગે ઈંટ વાગતા ઈજા થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું.આ ઉપરાંત ચાલીમાં રહેતા અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ફરી આવીને ધમકી આપ્યાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, હુમલા બાદ પણ કેટલાક લોકો ફરી આવ્યા હતા અને ઝઘડો કરી ધમકી આપી હતી.ઘટનાની જાણ થતાં શહેરકોટડા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.
Stone Pelting Case: 8 આરોપીઓ સામે ફરિયાદ
આરોપીના નામ આ મુજબ છે. પપ્પુ રાઠોડ,સંજય રાઠોડ, બોબી રાઠોડ, બબલુ રાઠોડ, કરણ ડોડીયા, આશિષ રાઠોડ, સાહિલ પરમાર અને આર્યન પરમાર હાલ શહેરકોટડા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:અમદાવાદના દરિયાપુરમાં બે જૂથ વચ્ચે અથડામણ, વાયરલ વીડિયોમાં પથ્થરમારો અને દંડા સાથે બબાલનો દાવો
આ પણ વાંચો:અમદાવાદમા 2 ટોળાઓ વચ્ચે જૂથ અથડામણ, થયો પથ્થરમારો
આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં પોલીસ પર પથ્થરમારો કરાયો, 6ની ધરપકડ
