Not Set/ બહેનાએ બાંધી હાર્દિકને રાખડી, ‘ભગવાન મારા ભાઇને લડવાની તાકાત આપે’

અમદાવાદ, હાર્દિક પટેલે શનિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. તેના ઘર પરથી જ ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. ત્યારે આજે રવિવારે હાર્દિકના ઉપવાસનો બીજો દિવસ છે. આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ પણ છે જેથી હાર્દિકની બહેન મોનિકા પોતાના ભાઈને રાખડી […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ,

હાર્દિક પટેલે શનિવારે બપોરે ત્રણ વાગ્યા બાદ આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે. તેના ઘર પરથી જ ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને પાટીદારોએ ધામા નાખી દીધા છે. ત્યારે આજે રવિવારે હાર્દિકના ઉપવાસનો બીજો દિવસ છે.

આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ પણ છે જેથી હાર્દિકની બહેન મોનિકા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ગ્રીનવૂડ રિસોર્ટ ખાતે આવી છે.  જોકે, વહેલી સવારથી પાટીદાર બહેનોએ હાર્દિક પટેલેને રાખડી બાંધવાનું શરુ કરી દીધું.

મોનિકાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂતોના દેવા માફી ન થાય અને પાટીદારોને અનામત ન મળે ત્યાં સુધી મારા ભાઇને લડવાની ભગવાન તાકાત આપે.  આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે, પાટીદારની અન્ય દીકરીઓ ભાઇ હાર્દિકને રાખડી બાંધવા આવે તેને રોકવામાં ન આવે એવી અપીલ કરું છું.  આજે લગ્ન પછીની મારી પહેલી રક્ષાબંધન છે. મને એ વાતનું દુઃખ છે કે, મારા ભાઇએ મોઢું મીઠું કર્યુ નથી. જોકે, ઉપવાસના કારણે મારા ભાઇએ મોંઢુ મીઠું કર્યું નથી.

રક્ષાબંધનના પર્વ નિમિતે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને પાટીદારો બહેનોએ રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી. વહેલી સવારથી હાર્દિકના વૈષ્ણોદેવી પાસે ઘરે બહેનો પહોંચી હતી અને હાર્દિક પટેલને રાખડી બાંધી હતી. પરંતુ ઉપવાસ આંદોલનને લઈને હાર્દિકના ઘરે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

હાર્દિક પટેલે હજારો સમર્થકો ઉપવાસમાં જોડાવાની વાત કરી હતી ત્યારે પરિસ્થિતિ સાવ અલગ જોવા મળી હતી. માત્ર ગણી શકાય એટલા જ સમર્થકો હાર્દિકના ઉપવામાં જોડાયા હતા.

હાલ હાર્દિકની સાથે માત્ર 40થી 50 લોકોની હાજરી જોવા મળી રહી છે. આજે બીજા દિવસે માત્ર ગણી શકાય એટલા જ સમર્થકો હાર્દિકના ઉપવામાં જોડાયા હતા. હાર્દિકના ઉપવાસના કારણે પોલીસ એક્શનમાં આવી ગઈ છે.