@રીઝવાન શેખ, અમદાવાદ
કેટલાક હવસખોર ઈસમો પોતાની ભૂખ ને પૂરી કરવા માટે નિર્દોષ અને ઘરેલુ મહિલાઓનો શિકાર કરતા હોય છે. અને પોતાનો મનસૂબો પૂરો થયા બાદ આવી મહિલા ઓનો જીવન બરબાદ કરીને તેમને તેમના હાલ પર છોડીને રફુચક્કર થઈ જતાં હોય છે. અમદાવાદમાં પણ એક હોસ્પીટલમાં ફરજ બજાવતી મહિલા સાથે આવો જ એક કિસ્સો બન્યો છે.
આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. જેમાં ખાનગી હોસ્પિટલ માં નર્સ તરીકે નોકરી કરતી પૂજા બેન ( નામ બદલેલ છે ) ની સાથે ધમેન્દ્ર શર્મા નામના ઈસમે મિત્રતા કેળવી હતી. બંને વચ્ચે ઘણી વખત ફોન પર વાતચીત થતી હતી. જેમાં આરોપી એ ભોગ બનનાર ને એવું જણાવ્યું હતું કે તે સિંગલ છે અને અને તેના લગ્ન હજી સુધી થયા નથી. જોકે, પીડિતા લગ્ન ગ્રહસ્થીમાં પહેલાથી જોડાયેલી હતી. અને તેમને ૮ વર્ષનો દીકરો પણ હતો. પોતાના દીકરાની સાથે વડોદરામાં પોતાના પતિની સાથે રહેતી હતી.
આરોપીએ પીડિતાને લગ્નની લાલચ આપી હતી. અને પોતાના પતિ સાથે છૂટાછેડા લેવા માટે ભારે દબાણ કર્યું હતું. અને અમદાવાદમાં તેની જોડે આવી જવા માટે પણ ભારે દબાણ કર્યું હતું. આરોપીના વાતોમાં આવી જઇને પીડિતાએ પોતાના પતિ સાથે વર્ષ ૨૦૧૬માં છૂટાછેડા લીધા હતા.
આરોપીના ભરોસે પીડિતાએ પોતાના સસુરાલ સાથે સબંધો તોડીને અમદાવાદ આવી ગઈ હતી. આ વાતનો આરોપીએ ગેરલાભ ઉઠાવીને તેણે અવારનવાર પીડિતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે પણ પીડિતા લગ્નની વાત કરતી હતી. ત્યારે આરોપી તરફથી છટકબાજી ના તમામ પ્રયાસો થતાં હતા. અને આવું એક નહિ બે નહિ ચાર વર્ષ સુધી આરોપીએ પીડિતાને લગ્નની લોલીપોપ આપતો રહ્યો પણ લગ્ન ન કર્યા.
આખરે મહિલાને અંદાજો આવી ગયો કે ધર્મેન્દ્ર શર્મા નામનો ઈસમ માત્ર તેની સાથે ટાઇમ પાસ કરી રહ્યો છે. અને જરૂર પડે છે ત્યારે શારીરિક સબંધો બાંધી લે છે પરંતુ , લગ્ન કરવા ત્યાર નથી. તેથી મહિલાએ કાગડાપીઠ પોલીસ મથકમાં આરોપી ધર્મેન્દ્ર શર્મા ની સામે છેતરપિંડી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હાલ, પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
