Ahmedabad News: અમદાવાદમાં AI 171 પ્લેન ક્રેશ (AI 171 Plane Crash) દુર્ઘટનાનો મામલાને લઈને હજી સુધી ઘણાને વળતર મળ્યું નથી. 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની હતી. આ દુર્ઘટનાને એક વર્ષ થવા આવ્યુ હોવા છતાં હજી પણ ઘણાને વળતર (Compensation) મળ્યું નથી. આમ પીડિતો (Victim)ના કુટુંબોને વળતર અને નોકરીના મોટા-મોટા વાયદા હજી પણ અધૂરા છે.

AI 171 Plane Crash પીડિત કુટુંબોના ન્યાય માટે વલખા
પીડિત (Victim) કુટુંબો હજી પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં પણ કાર્યવાહી નહીં કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અનેક રજૂઆતો છતાં પણ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક વર્ષ બાદ પણ અકસ્માતના સાચા કારણની જાણકારી આપવામાં ન આવી હોવાથી કુટુંબોમાં ગુસ્સો છે. બ્લેક બોક્સ ડેટા જાહેર કરવાની કુટુંબો દ્વારા માંગ કરવામાં આવી છે.

સરકાર અને ટાટા વચન પાલનમાં નિષ્ફળ
પીડિતોની માંગ છે કે દુર્ઘટના બની ત્યારે સરકાર અને ટાટા (Tata) દ્વારા આપવામાં આવેલા વચનોને તેઓ પૂરા કરે. આ ઉપરાંત AI 171 પ્લેન ક્રેશ (AI 171 Plane Crash) મામલે સરકારનો રિપોર્ટ હજુ પણ બાકી છે. આ આખો બનાવ બતાવે છે કે કોઈપણ દુર્ઘટના બને છે ત્યારે સહાનુભૂતિના ઘોડાપૂર ઉમટે છે. પીડિતોને સરકારી તંત્ર અને કંપની મોટા-મોટા વચન આપે છે, પણ જ્યારે તેના અમલીકરણની વાત આવે છે ત્યારે બધા પાછા પડી જાય છે.

પીડિતોને હજી સુધી દુર્ઘટનાના કારણની ખબર નથી
આજે પણ પીડિતો પાસે નથી અકસ્માતનો રિપોર્ટ, મૃત્યુના સાચા કારણની જાણકારી કે નથી તેમને કોઈ વળતર (Compensation) સરકાર અને કંપની તરફથી આપવામાં આવ્યુ. આ સિવાય તેમને નોકરીના આપવામાં આવેલા વચનનું પણ પાલન કરવામાં આવ્યું નથી. એક રીતે પીડિતોની બધી જ રીતે કમર ભાંગી નાખવામાં આવી હોય તેવી સ્થિતિ છે. એક તો તેમના કુટુંબનો કમાનાર પણ ગયો, તેઓ બધી રીતે રસ્તા પર આવી ગયા. સરકારી સહાય ન મળી, દુર્ઘટનાનું જે કાયદેસરનું વળતર છે તે પણ ન મળ્યું. આ સાથે નોકરી પણ ન મળે. તેઓના માટે તો જાયે તો જાયે કહાં જેવો ઘાટ છે.
