BSES એક નવી સ્કીમ શરુ કરવાની છે, આ સ્કીમ મુજબ કંપની જુના એસીના બદલામાં નવા એસી ૪૭ ટકા ડિસ્કાઉન્ટ પર
આપશે. તમારી પાસે જુનું એસી છે અને તમે એનાથી દુખી રહેતા હો તો તમારા માટે એક સારી ખબર છે. હવે ઘણાજ ઓછા રૂપિયામાં તમને નવું એસી મળી શકે છે. વિદ્યુત કંપની BSES એક નવી સ્સ્કીમ શરુ કરવાની છે. આ સ્કીમ મુજબ કંપની જુના એસીના બદલામાં નવું એસી ૪૭ ટકા ડિસ્કાઉન્ટથી આપશે.જુના એસીને હમેશા લાઈટની વધારે જરૂર પડે છે. એટલા માટે જ વિદ્યુત કંપની BSES એ એના બદલામાં નવું એસી આપવાનીયોજના બનાવી છે.
જણાવી દઈએ કે યારે આ સ્કીમ વેસ્ટ દિલ્હીના ગ્રાહકો માટે જ છે. આ યોજના મુજબ જુના એસીને બદલ્યા બાદ નાવા એસીના
ભાવ માં ૪૭ ટકા ની છૂટ મળશે. ત્યારબાદ BYPL ના ઇસ્ટ અને સેન્ટ્રલ દિલ્હીના વિસ્તારોમાં પણ આ સ્કીમ શરુ કરવામાં આવશે.
આ સ્કીમ મુજબ વોલ્ટાસ, એલજી અને ગોદરેજ બ્રાંડના એસી આપવામાં આવશે. જો કોઈ ૫ સ્તર રેટિંગ વાળું એસી બજારમાં ૩૦
હજારમાં મળી રહ્યું છે તો છૂટ બાદ BSES તેના ગ્રાહકોને એ જ એસી ૧૫૯૦૦ રૂપિયામાં આપશે. આ સ્કીમનો ફાયદો લેવા તમારે
કરવું પડશે આ કામ સ્કીમ મુજબ તમને કઈ કંપનીનું એસી જોઈએ છે, સ્પ્લીટ એસી કે વિન્ડો એસી એ પણ જણાવી શકો છો. કંપનીએ ૧૫ દિવસમાં એસી આપવાની વાત કરી છે.સ્કીમનો લાભ લેવા માટે ગ્રાહકોએ વિદ્યુત કંપનીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હેલ્પલાઇન ૦૧૧૩૯૯૯૯૭૦ અથવા ટોલ ફ્રી નંબર ૧૯૧૨૩ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જણાવી દઈએ કે આ પાયલોટ પ્રોજેક્ટમાં ૧૦૦૦૦ એસી જ વેચવામાં આવશે.
