વાયુ પ્રદૂષણને કારણે વર્ષ 2021માં વિશ્વભરમાં 81 લાખ લોકોના મોત થયા છે. બુધવારે જારી કરાયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીનમાં વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુના અનુક્રમે 21 લાખ અને 23 લાખ કેસ નોંધાયા છે. યુનિસેફ સાથે ભાગીદારીમાં સ્વતંત્ર યુએસ સંશોધન સંસ્થા હેલ્થ ઇફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ (HEI) દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો.
ભારતમાં 1,69,400 બાળકો મૃત્યુ પામ્યા
આ રિપોર્ટ જણાવે છે કે ભારતમાં 2021માં વાયુ પ્રદૂષણને કારણે પાંચ વર્ષથી ઓછી ઉંમરના 1,69,400 બાળકોના મોત થયા હતા. આ સાથે નાઈજીરિયામાં 1,14,100 બાળકો, પાકિસ્તાનમાં 68,100, ઈથોપિયામાં 31,100 અને બાંગ્લાદેશમાં 19,100 બાળકો વાયુ પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયામાં મૃત્યુનું સૌથી મોટું કારણ વાયુ પ્રદૂષણ છે. આ પછી હાઈ બ્લડ પ્રેશર, આહાર અને તમાકુનું સેવન છે.
જાણો ચીનમાં કેટલા મોત થયા
રિપોર્ટ અનુસાર, “2021માં વાયુ પ્રદૂષણને કારણે થયેલા મૃત્યુની સંખ્યા અગાઉના કોઈપણ વર્ષના અંદાજ કરતાં વધુ હતી. એક અબજથી વધુ વસ્તી ધરાવતા ભારત (21 લાખ મૃત્યુ) અને ચીન (23 લાખ મૃત્યુ) મળીને કુલ વૈશ્વિક કેસોમાં 54 ટકા હિસ્સો ધરાવે છે.
આ પણ વાંચો:સાવધાન! શિમલા જાઓ છો તો પોતાનું પાણી સાથે લઈ જાઓ, જાણો શા માટે
આ પણ વાંચો:જીમ ટ્રેનરનાં પ્રેમમાં પડી પત્ની, પતિને મારવા બનાવ્યા 2 પ્લાન, શૂટરોના બાળકોની ફી પણ ભરી….
આ પણ વાંચો:કોંગ્રેસ નેતા કિરણ ચૌધરી આજે ભાજપમાં જોડાઈ શકે છે, સમર્થકોને દિલ્હી પહોંચવા કહ્યું