બોલિવૂડના ક્યૂટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આલિયા અને રણબીરના લગ્નની વિધિઓ પૂરી થઈ ગઈ છે. બંનેએ રણબીરના ફ્લેટ વાસ્તુમાં સાત ફેરા લીધા. આલિયા અને રણબીરના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. મિસિસ કપૂર બનેલી આલિયા ખૂબ જ સુંદર લાગી રહી છે. આલિયાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના ફંક્શન 13 એપ્રિલથી શરૂ થઈ ગયા હતા. બુધવારે રણબીર કપૂરના ઘરે મહેંદી સેરેમની યોજાઈ હતી. જ્યાં કરણ જોહર, અયાન મુખર્જી સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. આલિયાને મહેંદી પહેરેલી જોઈને કરણ જોહરની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીર ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેની લવ સ્ટોરી બ્રહ્માસ્ત્રના સેટ પર શરૂ થઈ હતી. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ સોનમ કપૂરના રિસેપ્શનમાં સાથે આવીને બધાને ચોંકાવી દીધા હતા. ત્યારપછી બંને ઘણીવાર ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા.

આલિયા અને રણબીરના લગ્ન પર તેમના ખાસ મિત્ર અયાને એક ખાસ ભેટ આપી છે. લગ્નના એક દિવસ પહેલા અયાને ફિલ્મ બ્રહ્માસ્ત્રના કેસરિયા ગીતનું ટીઝર શેર કર્યું હતું. જેમાં બંનેની કેમેસ્ટ્રી જોઈને ચાહકો દિવાના બની ગયા હતા. આલિયા અને રણબીર બોલિવૂડના ક્યૂટ કપલ્સમાંથી એક છે.

