Ahmedabad News: અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન યોજનાના લાલચના નામે 19 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. બે દર્દીઓના મોત પણ થયા છે. હવે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના અંગેની સમિતિની તપાસમાં બહાર આવ્યું છે કે મૃત્યુ પામેલા લોકોને એન્જિયોપ્લાસ્ટીની જરૂર નહોતી.
હોસ્પિટલ માલિક સહિત અનેક લોકો સામે FIR
અધિકારીએ કહ્યું કે ખ્યાતી હોસ્પિટલને આયુષ્માનથી મળતો લાભ બંધ કરી દેવામાં આવ્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 336,61 હેઠળ હોસ્પિટલના માલિક, ડોકટરો અને ઓપરેટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ઓપરેશન કરનાર ડોક્ટરો સામે કાર્યવાહી માટે મેડિકલ કાઉન્સિલને અપીલ કરવામાં આવશે. સરકાર ટૂંક સમયમાં નવા નિયમો અંગે માર્ગદર્શિકા જાહેર કરશે

જાણો શું હતો મામલો
હકીકતમાં, આયુષ્માન યોજનાના લાભો મેળવવા માટે, અમદાવાદની એક ખાનગી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલે 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરી અને 7 લોકોને સ્ટેન્ટ મૂક્યા. એવો આરોપ છે કે સ્ટેન્ટ લગાવેલા 7 દર્દીઓમાંથી બેના મોત થયા છે અને 5 આઈસીયુમાં સારવાર હેઠળ છે. આશ્ચર્યની વાત એ છે કે આ દર્દીઓને તપાસના નામે હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ અહીં પરિવારના સભ્યોને જાણ કર્યા વગર એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ લગાવવામાં આવ્યા હતા.
ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે રાજ્ય સરકારે બેઠકોનો દોર શરૂ કરી વિચારણા હાથ ધરી છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે નવી ગાઈડલાઈન બનાવવાનો પણ નિર્ણય કરાયો છે.

મળતી માહિતી મુજબ કડીના બોરીસણા ગામમાં ખ્યાતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મેડિકલ ચેકઅપના નામે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 90 લોકોની તપાસ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે ખ્યાતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા 19 લોકોને વધુ તપાસ માટે અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં આવવા માટે કહેવામાં આવ્યું હતું. માત્ર બે દિવસ પહેલા જ 19 દર્દીઓને હોસ્પિટલમાં લાવવા માટે વાહન મોકલવામાં આવ્યું હતું.
આરોપ છે કે હોસ્પિટલમાં પહોંચેલા દર્દીઓની તપાસના નામે એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. એટલું જ નહીં, 7 લોકોમાં સ્ટેન્ટ પણ મુકવામાં આવ્યા હતા. ખ્યાતી મલ્ટી સ્પેશિયાલિટીના તબીબોએ આ અંગે તમામ 19 લોકોના પરિવારજનોને કશું કહેવું પણ યોગ્ય ન માન્યું. પરિવારને એન્જીયોગ્રાફી અને સ્ટેન્ટ પ્લેસમેન્ટ વિશે પણ કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

જ્યારે પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે ત્યારે ખરેખર આંતરિક ઇજા હોય અથવા પેટમાં રહેલા પદાર્થ પરથી મોતનું કારણ જાણી શકાય છે. જેમાં પીએમ દરમિયાન લીવર , કિડની જેવા બોડી પાર્ટનો કેટલોક ભાગ ફોરેન્સિક ટેસ્ટ માટે મોકલવામાં આવે છે. આંતરિક ઇજા થઇ હોય ત્યારે તેને જાણવા માઈક્રો સ્કોપિક તપાસ કરવામાં આવે છે અને ત્યાર બાદ નિષ્કર્ષ નીકળે છે.
આ પણ વાંચો:આયુષ્માન યોજના જીવન સાથે રમત ન બને, ખ્યાતી હોસ્પિટલની ઘટના ડરાવે છે
આ પણ વાંચો:ખ્યાતિ હોસ્પિટલનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે
આ પણ વાંચો:અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને પુરાવા રજૂ કરવા કરાયો આદેશ, મેડિકલ એસોસિએશને લખ્યો પત્ર
