Not Set/ LRD ભરતી મામલે અલ્પેશ ઠાકોરનો યુ ટર્ન, (ન)થયેલ સમાધાનનો શ્રેય લેવા પ્રયાસ

છેલ્લા 70 દિવસોથી ગાંધીનગર ખાતે અનામત મુદ્દે લડી રહેલી દીકરીની વાત સરકારે સાંભળી પર્તનું આ મુદ્દે ડુગલીબાજ બાગી નેતા અલ્પેશ ઠાકોર બે મોઢાની વાત કરી રહ્યા છે. એક બાજુ સમાજ આ મુદ્દે આંદોલન ચાલુ રાખવાની વાત કરી રહ્યું છે અને સરકારને નિર્ણયને થીગડું ગણાવી રહ્યું છે ત્યારે આ મુદ્દે રાજકીય વર્તુળમાં એવી ચ્રચાઓ પણ થઇ […]

Uncategorized
numretor 10 LRD ભરતી મામલે અલ્પેશ ઠાકોરનો યુ ટર્ન, (ન)થયેલ સમાધાનનો શ્રેય લેવા પ્રયાસ

છેલ્લા 70 દિવસોથી ગાંધીનગર ખાતે અનામત મુદ્દે લડી રહેલી દીકરીની વાત સરકારે સાંભળી પર્તનું આ મુદ્દે ડુગલીબાજ બાગી નેતા અલ્પેશ ઠાકોર બે મોઢાની વાત કરી રહ્યા છે. એક બાજુ સમાજ આ મુદ્દે આંદોલન ચાલુ રાખવાની વાત કરી રહ્યું છે અને સરકારને નિર્ણયને થીગડું ગણાવી રહ્યું છે ત્યારે આ મુદ્દે રાજકીય વર્તુળમાં એવી ચ્રચાઓ પણ થઇ રહી છે કે, અલ્પેશ સરકારને ખોળે જઈને  બેઠા હોય તેવું લાગી રહ્યું છે. અને ફરી એક વાર પોતાની ડૂબતી રાજકીય કારકિર્દીને બચાવવાનો પ્રયાસ  કરી રહ્યા છે.

એક તરફ અનામત વર્ગ દ્વારા સરકાર પાસે ૧ ઓગષ્ટના પરિપત્રને  રદ્દ ન થાય ત્યાં સુધી આંદોલન યથાવત્  રાખવાની માંગ કરવામાં આવી છે. ત્યારે અલ્પેશ સરકારની ભાષામાં વાત કરી રહ્યા છે. આ મુદ્દે અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને માહિતી આપી હતી કે, OBC સમાજના લોકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. LRD મુદ્દે સરકારનો નિર્ણયને આવકાર્ય છે. પરિપત્ર સંપૂર્ણ રીતે ગેરબંધારણીય છે. આ નિર્ણય માટે તેમને રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

વધુમાં અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે દીકરીઓની વાત સરકાર સુધી પહોંચાડી છે. છેલ્લા કેટલાય દિવસથી મહિલાઓ આંદોલન કરી હતી. ઠરાવમાં સુધારો કરવા સરકારે તૈયારી દાખવી છે.  હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાનું સરકારે કહ્યું હતું. સરકાર આગામી સમયમાં રદ્દ કરી શકે છે. સરકાર કોર્ટના આદેશ સુધી નવી ભરતીઓ નહીં કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન