Technology/ Amazon Fire TV Cube ભારતમાં લોન્ચ : જાણો કિંમત અને તેના ફિચર

એમેઝોને ભારતમાં Amazon Fire TV Cube (2nd gen) લોન્ચ કર્યું છે. આ એક સ્ટ્રીમિંગ ડિવાઈઝ છે, જેમાં વિવિધ ફિચર્સ આપવામાં આવ્યા છે. Amazon Fire TV Cube (2nd gen)માં  એમેઝોન ફાયર ટીવી અને ઈકો સ્માર્ટ સ્પીકર બંનેના સ્પીકર આપવામાં આવ્યા છે. એટલે કે તમે ફાઇર ટીવી સ્ટીકની જેમ યુઝ કરી શકશો અને એલેક્સા વોઇસ કમાન્ડની સુવિધા […]

Tech & Auto
Untitled 284 Amazon Fire TV Cube ભારતમાં લોન્ચ : જાણો કિંમત અને તેના ફિચર

એમેઝોને ભારતમાં Amazon Fire TV Cube (2nd gen) લોન્ચ કર્યું છે. આ એક સ્ટ્રીમિંગ ડિવાઈઝ છે, જેમાં વિવિધ ફિચર્સ આપવામાં આવ્યા છે. Amazon Fire TV Cube (2nd gen)માં  એમેઝોન ફાયર ટીવી અને ઈકો સ્માર્ટ સ્પીકર બંનેના સ્પીકર આપવામાં આવ્યા છે. એટલે કે તમે ફાઇર ટીવી સ્ટીકની જેમ યુઝ કરી શકશો અને એલેક્સા વોઇસ કમાન્ડની સુવિધા પણ મળે છે.

Amazon Fire TV Cube (2nd gen)માં  ડોલ્બી વિઝન અને એચડીઆરનો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. જેથી નેટફ્લિક્સ અથવા ઓટીટી પ્લેટફોર્મ ઉપર તમે એચડીઆર સપોર્ટ વાળા કંટેન્ટ તમારા ટીવીમાં જોઈ શકો. Amazon Fire TV Cubeનું ભારતમાં વેચાણ શરૂ થઈ રહ્યું છે. તેને એમેઝોન , ક્રોમા, રિલાયન્સમાંથી ખરીદી શકાશે. જેની કિંમત 12999 રૂપિયા રાખવામાં આવી છે. આ ટીવીને કનેક્ટ કરવા માટે એચડીએમઆઈ કેબલની જરૂર પડશે. અને આ ટીવીને ઓર્ડર આપીને તેનું વોલ્યુમ પણ એડજસ્ટ થઈ શકશે.   Untitled 39 Amazon Fire TV Cube ભારતમાં લોન્ચ : જાણો કિંમત અને તેના ફિચર