Surat News: સુરતમાં ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોનનાં પાર્સલમાંથી (Amazon Parcel Fraud) અસલ માલ કાઢીને તેની જગ્યાએ વેસ્ટેજ અને નકામાં કપડાં ભરી ગ્રાહકોને મોકલવાના કથિત કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલ પીક-અપનું કામ કરતો એક કર્મચારી અસલ કપડાં કાઢી લેતો હતો અને તે સામાન પોતાના મિત્રને વેચી દેતો હતો. ત્યાર બાદ મિત્ર અને તેની પત્ની આ માલનું વેચાણ કરતા હોવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ રૂ.4.93 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Amazon Parcel Fraud: અસલ કપડાં કાઢીને પાર્સલમાં નકામાં કપડાં ભરતો
પોલીસ તપાસ મુજબ, આ કથિત કૌભાંડમાં નરેશ વિજયભાઈ બાવિષ્કર નામનો શખ્સ સામેલ હતો, જે એમેઝોન કંપનીનાં પાર્સલ પીક-અપનું કામ કરતો (Amazon Delivery Scam) હતો. આરોપ છે કે તે પાર્સલમાંથી અસલ અને કિંમતી કપડાં કાઢી લેતો હતો અને તેની જગ્યાએ વેસ્ટેજ તથા નકામાં કપડાં ભરી દેતો હતો. ત્યાર બાદ આ પાર્સલ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતાં હતાં.
પોલીસના જણાવ્યા અનુસાર, પાર્સલમાંથી કાઢેલો અસલ માલ નરેશ પોતાના મિત્ર રવિ સંતોષ જૈસ્વાલને વેચી દેતો હતો. રવિ પણ એમેઝોન કંપનીમાં ટેમ્પો ચલાવવાનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
બુધવારી બજારમાં ચોરીના માલનું વેચાણ કરવાનો આરોપ
આ કેસમાં રવિ અને તેની પત્ની કાવ્યાની પણ સંડોવણી સામે (Parcel Theft Racket) આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંને કથિત રીતે ચોરીનો માલ સુરતના વેસુ વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર પાસે ભરાતી બુધવારી બજારમાં વેચતાં હતાં. આ માલના વેચાણ માટે જરૂરી આધાર-પુરાવા ન હોવાનો પણ આરોપ છે.
પોલીસને આ મામલે બાતમી મળ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પાર્સલમાંથી અસલ સામાન કાઢવાની અને તેને અન્ય જગ્યાએ વેચવાની કથિત મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. ત્યાર બાદ પોલીસે કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા.
ત્રણ આરોપીઓની ધરપકડ
પોલીસે આ કેસમાં નરેશ બાવિષ્કર (ઉંમર 37 વર્ષ), રવિ સંતોષ જૈસ્વાલ (ઉંમર 21 વર્ષ) અને તેની પત્ની કાવ્યા (ઉંમર 19 વર્ષ)ની ધરપકડ (Three Arrested Surat) કરી છે. ત્રણેય આરોપીઓ સુરતના ભેસ્તાન વિસ્તારના રહેવાસી હોવાનું જણાવાયું છે.
રૂ.4.93 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ રૂ.4,93,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમાં વિવિધ કંપનીઓની લેડીઝ કુર્તીઓ, દુપટ્ટા, પેન્ટ, સાડીઓ, લેગિંગ્સ સહિતનાં કપડાંનો સમાવેશ થાય છે.
આ મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને પાર્સલમાંથી કેટલા સમયથી આ રીતે માલ કાઢવામાં આવતો હતો તે સહિતનાં પાસાંઓ પર વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ સામેના આક્ષેપો અંગે અંતિમ નિર્ણય કોર્ટની કાર્યવાહી બાદ જ થશે.
આ પણ વાંચો: અમદાવાદ: સનાથલ નજીક વેરહાઉસમાંથી ₹1 કરોડના ગેઝેટ્સની ચોરી, પતરા તોડીને ઘૂસ્યા તસ્કરો
આ પણ વાંચો: વિયેતનામ પ્રવાસ વચ્ચે ‘વોટ ચોરી’ મુદ્દે BJP-કોંગ્રેસ સામસામે
આ પણ વાંચો: ઘરફોડ અને વાહન ચોરીના 3 આરોપી અમદાવાદ ગ્રામ્ય LCBના સકંજામાં
