Gujarat Weather News: ગુજરાતમાં ધીમે ધીમે શિયાળાની (Winter) શરૂઆત થઈ ગઈ છે. દિવસભર સખ્ત ગરમી (Hot weather) બાદ રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને (Cold weather) લઈ આગાહી કરી છેેેેેેેેેેેે. આગામી 10 થી 14 સુધીમાં વાવાઝોડાની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાઈ શકે છે, પરિણામે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદથી ખેડૂતોનાા પાકને નુકસાન થવાની ભીતિ છે. અંબાલાલ પટેલે ઠંડીની શરૂઆતને લઈ જણાવ્યું હતું કે આ વખતે શિયાળાની શરૂઆત મોડી થશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાતા ગુજરાતના હવામાનમાં ફેરફાર થશે. 22 મી નવેમ્બર બાદ ઠંડીની તીવ્ર શરૂઆત થશે.
નવરાત્રિ બાદ ઠંડીનો ચમકારો જોવા મળતો હોય છે પરંતુ નવેમ્બરની શરૂઆત થઈ જતા તાપમાનનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. દેશના અન્ય રાજ્યોમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. પંજાબ, અને હરિયાણામાં નવેમ્બરની મધ્યથી શિયાળાની શરૂઆથ થઈ જશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 15મી થી 20મી નવેમ્બર પછી ઠંડી પડવાની સંભાવના છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં આવેલા રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઠંડી વધશે.
આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડીની ધીમી શરૂઆત, આ રાજ્યોમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે
આ પણ વાંચોઃભારતીય અર્થવ્યવસ્થા પર મંડરાઈ રહ્યું છે જળવાયુ પરિવર્તનની માઠી અસર, ADBએ રજૂ કર્યો રિપોર્ટ
આ પણ વાંચોઃઆગામી સાત દિવસ માટે હવામાન વિભાગની આગાહી, જાણો ઠંડી પડશે કે ગરમી?