Gujarat Weather: હવામાન જાણકાર અંબાલાલ પટેલે ફરીથી ધ્રુજાવ્યા છે. તેમણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીની સાથે-સાથે માવઠાની પણ આગાહી કરી છે. તેના પગલે ખેડૂતોના ચહેરા પર ચિંતા આવે તે સ્વાભાવિક છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો ઘેરાશે. જો કે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત્ રહેશે.
તેમણે જણાવ્યું હતું કે સુરત, વલસાડ, રાજકોટમાં 16 ડિગ્રીની સપાસ તાપમાન રહેશે. રાજ્યમાં 20 ડિસેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવશે અને 27મી ડિસેમ્બરથી ઠંડીનું જોર વધશે. ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીના મધ્યાંતર સુધી કાતિલ ઠંડી પડશે.
ગુજરાતમાં 24 કલાકમાં બાદ દિવસનું તાપમાન એટલે કે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થશે અને ત્યારબાદ આગામી ત્રણ ચાર દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરબદલ જોવા નહીં મળે તેમ હવામાન વિભાગનું કહેવું છે. ગઇકાલે રાત્રે લઘુત્તમ પારો ઘટવાની સાથે શીત પવનો ફૂંકાતા રાત્રે અને સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. તેમજ મહત્તમ તાપમાન પણ 30 ડિગ્રીની નીચે રહેતા અમદાવાદ સહિત 10 શહેરોમાં દિવસે પણ ઠંડી વર્તાઈ હતી.
આજે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજ્યના 10 શહેરોમાં મહત્તમ તામપાન 30 ડિગ્રી કરતા નીચે નોંધાયું છે. જેમાં ઓખામાં 28 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 28.1, ભાવનગરમાં 28.4, અમદાવાદમાં 29, ગાંધીનગરમાં 29, કેશોદમાં 29.2, વડોદરામાં 29.4, કંડલા પોર્ટમાં 29.4, દ્વારકામાં 29.8, મહુવામાં 29.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે પોરબંદરમાં 30.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 30.8, ડીસામાં 30.9, સુરતમાં 31.1, ભુજમાં 31.2, વેરાવળમાં 31.2, રાજકોટમાં 31.3 અને નલિયામાં 31.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગત રાતે નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો રાજ્યના 6 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. જેમાં નલિયા 12.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. કેશોદમાં 12.6 ડિગ્રી, વડોદરામાં 13, ડીસામાં 13.8, પોરબંદરમાં 13.8, રાજકોટમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગરમાં 15 ડિગ્રી, અમદાવાદમાં 15.4, ગાંધીનગરમાં 15.9, ભુજમાં 16.2, સુરેન્દ્રનગરમાં 16.5, મહુવામાં 16.6, ભાવનગરમાં 17.5, કંડલા પોર્ટમાં 18.2, વેરાવળમાં 18.2, દ્વારકામાં 18.5, સુરતમાં 18.8 અને ઓખામાં 23.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો: દિલ્હી-યુપીમાં ઠંડી વધી, કાશ્મીર-હિમાચલમાં હિમવર્ષા
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીને લાગી બ્રેક, ઠંડીમાં નોંધાયો થોડો ઘટાડો
આ પણ વાંચો: રાજ્યમાં ડિસેમ્બર ઠંડોગાર નીવડી શકે, શહેરોમાં આગળ વધતી ઠંડી
