Not Set/ બિનસચિવાલય પરીક્ષા વિવાદ/ સુરતના પરીક્ષાર્થીની તબિયત બગડી, એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી

બિન સચિવાલય પરીક્ષામાં કથિત ગેરરીતી ના મુદ્દે વિધાર્થીઓના ધરણાનો આજે ૭મો દિવસ છે. છેલ્લા 7 દિવસથી વિધાર્થીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠા છે. તેમની એક જ માંગ છે કે, આ પરીક્ષાને રદ કરો. ગઈકાલે સોમવારે કોંગ્રેસ દ્વારા આ વિધાર્થીઓના સમર્થનમાં વિધાનસભા ઘેરાવોનો ઉગ્ર  કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા પોલીસ દમન અને […]

Top Stories Gujarat

બિન સચિવાલય પરીક્ષામાં કથિત ગેરરીતી ના મુદ્દે વિધાર્થીઓના ધરણાનો આજે ૭મો દિવસ છે. છેલ્લા 7 દિવસથી વિધાર્થીઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠા છે. તેમની એક જ માંગ છે કે, આ પરીક્ષાને રદ કરો. ગઈકાલે સોમવારે કોંગ્રેસ દ્વારા આ વિધાર્થીઓના સમર્થનમાં વિધાનસભા ઘેરાવોનો ઉગ્ર  કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

જેમાં સરકાર દ્વારા પોલીસ દમન અને બળજબરી પૂર્વક કોંગ્રેસના ઘણાં બધા નેતાઓની સાથે કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી હતી. છતાંય આ સરકાર હજુ વિધાર્થીના પક્ષે ઝૂકવા માટે તૈયાર નથી. તો બીજી બાજુ વિધાર્થી પણ પોતાના નિર્ણયમાં મક્કમ છે.

ગાંધીનગર ખાતે ધરણા પર બેઠેલા સુરતના ચિંતન સાંઘાણી  નામના એક પરીક્ષાર્થીની તબીયત અચાનક બગડી છે. અને અન્ય પરીક્ષાર્થીઓ દ્વારા આંદોલન સ્થળે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી છે. અને તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

https://www.facebook.com/mantavyanews/videos/2561728364071399/

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.