Not Set/ અમેરિકા : ફ્લોરીડા પર મંડરાઈ રહ્યો છે ‘ માઈકલ ‘ તોફાનનો ખતરો

ફ્લોરીડા અમેરિકામાં ફ્લોરીડાના કિનારા તરફ માઈકલ નામનું તોફાન ઘણી ઝડપથી વધી રહ્યું છે. આ તોફાનને શ્રેણી ચારનું બતાવવામાં આવી રહ્યું છે. બુધવારે રાષ્ટ્રીય તોફાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યુ હ્તું કે  આ તોફાન ૨૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે અને થોડા જ સમયમાં ફ્લોરીડાના પૈનહેન્ડલ સુધી પહોચી જશે તેવી શંકા લાગી રહી છે. […]

World

ફ્લોરીડા

અમેરિકામાં ફ્લોરીડાના કિનારા તરફ માઈકલ નામનું તોફાન ઘણી ઝડપથી વધી રહ્યું છે. આ તોફાનને શ્રેણી ચારનું બતાવવામાં આવી રહ્યું છે.

બુધવારે રાષ્ટ્રીય તોફાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યુ હ્તું કે  આ તોફાન ૨૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે અને થોડા જ સમયમાં ફ્લોરીડાના પૈનહેન્ડલ સુધી પહોચી જશે તેવી શંકા લાગી રહી છે.

કેન્દ્રએ કહ્યું હતું કે ફ્લોરીડાના કેટલાક વિસ્તારમાં દરિયાના મોજા ૧૩ ફૂટ જેટલા ઊંચા ઉઠી શકે તેમ છે. રાજધાની ટલાહસીમાં ઘણા લોકોને ઘર છોડીને સુરક્ષિત જગ્યાએ જવાના સંદેશ આપી દેવામાં આવ્યા છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે માઈકલ તોફાન અભૂતપૂર્વ છે જેની અત્યાર સુધીના કોઈ તોફાનથી તુલના ન કરી શકીએ.