Not Set/ મ્યાનમારમાં હિન્દુઓનાં નરસંહાર મામલે વિશ્વસનીય અને નિષ્પક્ષ તપાસ માંગે છે અમેરિકા

  મ્યાનમારમાં અરાકાન રોહિંગ્યા સોલવશન આર્મી (એઆરએસએ) દ્વારા કથિત રીતે હિંદુ ગ્રામીણની હત્યાઓને લઈને માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઇન્ટરનેશનલની રીપોર્ટ પર અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. આ રીપોર્ટ પર અમેરિકાએ જણાવ્યું છે કે મ્યાનમારના અશાંત રાખાઈન વિસ્તારમાં માનવાધિકાર ઉલ્લંઘનના કેસમાં વિશ્વસનીય અને નિષ્પક્ષ તપાસની જરૂરત છે. અમેરિકા વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અરાકાન રોહીન્ગ્યા […]

India World

 

મ્યાનમારમાં અરાકાન રોહિંગ્યા સોલવશન આર્મી (એઆરએસએ) દ્વારા કથિત રીતે હિંદુ ગ્રામીણની હત્યાઓને લઈને માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઇન્ટરનેશનલની રીપોર્ટ પર અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે. આ રીપોર્ટ પર અમેરિકાએ જણાવ્યું છે કે મ્યાનમારના અશાંત રાખાઈન વિસ્તારમાં માનવાધિકાર ઉલ્લંઘનના કેસમાં વિશ્વસનીય અને નિષ્પક્ષ તપાસની જરૂરત છે.

અમેરિકા વિદેશ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે,

“અરાકાન રોહીન્ગ્યા સોલ્વેશન આર્મી (એઆરએસએ) દ્વારા હિંદુ ગ્રામીણોની હત્યાની સબંધથી એમનેસ્ટીની રીપોર્ટ પર અમે ખુબ વ્યસ્ત છીએ. આ રીપોર્ટેમાં રખાઈન વિસ્તારમાં થયેલી હિંસાને લઈને વિશ્વસનીય અને નિષ્પક્ષ તપાસની ટૂંક સમયમાં જ માંગ કરી છે. તપાસ દ્વારા ઠોસ આધાર પર બધા તથ્યોને નિર્ધારિત કરી મ્યાનમાર હિંસાનાં દોષીઓના જવાબો રજુ થાય અને પીડિતોને વહેલી તકે ન્યાય મળે.”

એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે,

અમેરિકા આ પ્રકારનાં રીપોર્ટને સતત સમર્થન આપતું રહેશે.”

આ અઠવાડિયામાં એમનેસ્ટી ઇન્ટરનેશનલે પોતાના રીપોર્ટમાં જણાવ્યું હતું કે બંદુક અને તલવારોથી સજ્જ વિદ્રોહીઓનું રોહીન્ગ્યા સમૂહ ઓગસ્ટ ૨૦૧૭ માં ૯૯ હિંદુ મહિલાઓ, પુરુષો, બાળકોના અને અન્ય લોકોનાં નરસંહાર માટે જવાબદાર છે. હાલ બારમા ટાસ્ક ફોર્મ દ્વારા એમનેસ્ટીના રીપોર્ટની નિંદા કરવામાં આવી છે. આ વચ્ચે અમેરિકી પ્રતિનિધિ સભાએ મ્યાનમારમાં કથીત જાતીય સફાયાના મુદ્દા પર નેશનલ ડીફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ, ૨૦૧૯ પસાર કર્યો છે.