આ દિવસોમાં ભારતીય ક્રિકેટમાં પડદા પાછળ ઘણું બધુ ચાલી રહ્યું છે અને કેટલીક વસ્તુઓ પડદા પરથી ઉતરવા પણ લાગી છે. આ સમગ્ર ચર્ચામાં ત્રણ સૌથી મોટા પાત્રો વિરાટ કોહલી, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને નવા ODI-T20 કેપ્ટન રોહિત શર્મા છે. પહેલા BCCI એ વિરાટ કોહલી પાસેથી વનડેની કેપ્ટનશીપ છીનવીને રોહિત શર્માને સોંપી, જ્યારે દક્ષિણ આફ્રિકા ગયા બાદ વિરાટ કોહલીએ એક ‘વિસ્ફોટક’ પ્રેસ કોન્ફરન્સમાં કેટલીક એવી વાતો કહી જે BCCI અને ગાંગુલીનાં નિવેદનોથી અલગ હતી. આ બધા હોબાળા વચ્ચે રવિન્દ્ર જાડેજાનું એક ટ્વીટ વાયરલ થયું હતું.
આ પણ વાંચો – Ashes series / જોશ બટલરે હવમાં ઉડીને સુપરમેન સ્ટાઇલમાં કર્યો કેચ, જુઓ આ Video
ભારતીય ટેસ્ટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા જતા પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી તેના થોડા કલાકો બાદ રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કર્યું હતું. ધીમે-ધીમે તે ટ્વીટ ચર્ચામાં આવી ગયુ અને હવે તે વાયરલ થઈ ગયુ છે. રવિન્દ્ર જાડેજાએ આ ટ્વીટને વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સ કે વિવાદ સાથે લિંક નથી, પરંતુ કેટલાક ચાહકોએ તેની ટ્વીટ અને તાજેતરની સ્થિતિને જોડવાનું શરૂ કરી દીધુ છે. વિરાટ કોહલીનાં ODI કેપ્ટનશીપ છોડ્યા બાદ તમામ પ્રકારની અફવાઓ ફેલાઈ રહી હતી. તેમાં વિરાટ કોહલીની દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરીઝમાંથી ખસી જવાની અફવાઓ, રોહિત શર્મા અને વિરાટ કોહલીનાં BCCI સાથેનાં મતભેદોનો સમાવેશ થાય છે. જ્યારે વિરાટ કોહલીએ પોતે પુષ્ટિ કરી છે કે તેણે ક્યારેય BCCI પાસેથી આરામ માટે રજા માંગી નથી અને તે ચોક્કસપણે ODI સીરીઝમાં પણ રમશે. હવે જાડેજાનાં ટ્વીટમાં પણ ‘અફવા’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
— Ravindrasinh jadeja (@imjadeja) December 15, 2021
આ પણ વાંચો – ક્રિકેટ / વિરાટ કોહલી પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવી તેની બેટિંગ માટે સારી હોઈ શકેઃગાવસ્કર
રવિન્દ્ર જાડેજાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, “બનાવટી મિત્રો અફવાઓ પર વિશ્વાસ કરે છે, સારા મિત્રો તમારામાં વિશ્વાસ કરે છે.” હવે આ ટ્વીટ BCCI અને વિરાટ કોહલી વચ્ચેનાં વિવાદમાં સીધું વિરાટનાં સમર્થનમાં છે કે પછી આ સમગ્ર વિવાદ સાથે તેને કોઈ લેવા-દેવા નથી, આ માત્ર જાડેજા જ જાણે છે, પરંતુ લોકોએ સોશિયલ મીડિયા પર તેને વિવાદ સાથે જોડીને ચર્ચા શરૂ કરી દીધી છે.
