Gandhinagar/ અમિત શાહે માણસાને એક જ દિવસમાં 241 કરોડ રૂપિયાના વિકાસકામોની આપી ભેટ

મહાકાળી ધામ-મિની પાવાગઢ અંબોડમાં સાબરમતી નદી પર બનશે રૂપિયા 234 કરોડનો બેરેજ 8 ગામોની 3500 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ-લાભ મળશે

Top Stories Gandhinagar Gujarat Breaking News
Yogesh Work 2025 01 15T180606.687 અમિત શાહે માણસાને એક જ દિવસમાં 241 કરોડ રૂપિયાના વિકાસકામોની આપી ભેટ

Gandhinagar News : ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પ્રાચીન તીર્થ મહાકાળી ધામ- મિની પાવાગઢ અંબોડ ખાતે ૨૩૪ કરોડ રૂપિયાના ખર્ચે સાબરમતી નદી પર નિર્માણ થનારા બેરેજનું ભૂમિપૂજન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ સર્વે હર્ષ સંઘવી અને મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું. કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત જળવ્યવસ્થાપનને પરિણામે ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુદ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. એક જ દિવસમાં એક સાથે કુલ 241 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોની ભેટ આ વિસ્તારને આપી હતી.

Yogesh Work 2025 01 15T181028.459 અમિત શાહે માણસાને એક જ દિવસમાં 241 કરોડ રૂપિયાના વિકાસકામોની આપી ભેટ

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી  અમિત શાહે રૂ.1.33 કરોડના ખર્ચે લાકરોડા ગામે સાબરમતી નદીના કાંઠે નીલકંઠ મહાદેવ મંદિર પાસે કાંઠા સંરક્ષણ દિવાલના કામનું લોકાર્પણ, રૂ. 79 લાખના ખર્ચે બદપુરા ગામે ચેકડેમનું લોકાર્પણ, રૂ. 3.13 કરોડના ખર્ચે માણસા ગામે નવા વિશ્રામ ગૃહનું નિર્માણ તથા જૂના વિશ્રામ ગૃહના સમારકામ અને મજબૂતીકરણના કામનું લોકાર્પણ, રૂ. 1.04 કરોડના ખર્ચે ચરાડા કન્યા પ્રાથમિક શાળામાં નવીન 8 વર્ગખંડોનું લોકાર્પણ અને રૂ. 52 લાખના ખર્ચે દેલવાડા પ્રાથમિક શાળામાં નવીન 4 વર્ગખંડોનું લોકાર્પણ કર્યું હતું.

Yogesh Work 2025 01 15T181228.428 અમિત શાહે માણસાને એક જ દિવસમાં 241 કરોડ રૂપિયાના વિકાસકામોની આપી ભેટ

કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતના જે જિલ્લાઓમાં પાણીની અછત હતી, ત્યાં ખેતી તો દૂર પરંતુ શુદ્ધ પીવાનું પાણી પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નહોતું તેવા વિસ્તારોમાં, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દુરંદેશી અભિગમ થકી નર્મદાજળથી સિંચાઇ યોજના, સુજલામ સુફલામ્ યોજના તથા સૌની યોજના જેવી સિંચાઇ લક્ષી યોજનાઓના અમલીકરણથી ગામે ગામ સિંચાઇ તથા પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે. ગૃહ મંત્રી શાહે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીની સરકારે તરસ્યાની તરસ છીપાવવાનું કામ કર્યું છે. દરિયામાં વહી જતાં વરસાદી પાણીને અટકાવતા 9 હજારથી વધુ ગામડાઓને આપવાથી ભૂગર્ભજળનાં સ્તર ઊંચાં આવ્યાં છે. આવનારા દિવસોમાં સાબરમતી નદી પર 14 ડેમ બનાવી, નદી બારેમાસ પાણીથી છલોછલ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની નદીઓ પર ડેમ બનાવી તથા તમામ ગામડાઓમાં તળાવો બનાવવાથી વરસાદનું પાણી દરિયામાં જતું અટક્યું છે.

કેન્દ્રિય ગૃહમંત્રીએ ઉમેર્યું કે ઉત્તર ગુજરાતમાં જળસમસ્યા નિવારવાના હેતુથી વડાપ્રધાનએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં સુજલામ સુફલામ યોજના શરૂ કરાવી હતી, આ યોજનાને પરિણામે છેક છેવાડાના ગામો સુધી ફ્લોરાઈડ મુક્ત પાણી મળતું થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, અંબોડ મહાકાળી માતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર છે. અંબોડ પાસે સાબરમતી નદીમાં બેરેજ બનાવવાં માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈએ ખાતરી આપી છે કે, આ બેરેજને એકથી દોઢ કિલોમીટર આગળ લઈ જવામાં આવશે. બેરેજ આગળ લંબાવવાથી મહાકાળી માતાજીના મંદિરના કિનારે સુંદર સરોવરનું નિર્માણ થશે અને અંબોડને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં સરળતા રહેશે.

Yogesh Work 2025 01 15T181344.948 અમિત શાહે માણસાને એક જ દિવસમાં 241 કરોડ રૂપિયાના વિકાસકામોની આપી ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, સાબરમતી નદીમાં ચોમાસા દરમિયાન વહી જતાં પાણીનો સંગ્રહ થાય તે માટે ધરોઈ ડેમથી નીચવાસમાં જુદી જુદી 8 જગ્યાએ સિરિઝ ઓફ બેરેજ બનાવવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. અંબોડ ખાતે આ આયોજન અન્વયે 234 કરોડ રૂપિયાનો બેરેજ આકાર પામશે, તેમ જ માણસાના 8 ગામોની 3500 હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા મળશે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાનએ જળશક્તિ સાથે જનશક્તિને જોડીને ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવ્યું છે. તેમના દિશાદર્શનમાં પાછલા 23 વર્ષોમાં હજારો ચેકડેમ, બોરીબંધ, ખેત-તલાવડીઓ, ગામતળાવ જેવા જનભાગીદારી યુક્ત જળસંચય કામોથી કરોડો ઘન મીટર પાણીનો સંગ્રહ થયો છે, એમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનએ અમૃતકાળમાં દરેક ગામાં અમૃત સરોવર નિર્માણ, તળાવોના નવીનીકરણ તેમ જ વરસાદી પાણીના સંગ્રહ માટે ‘કેચ ધ રેઈન’નો કોન્સેપ્ટ આપ્યો છે, તેને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે, એમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

Yogesh Work 2025 01 15T181710.522 અમિત શાહે માણસાને એક જ દિવસમાં 241 કરોડ રૂપિયાના વિકાસકામોની આપી ભેટ

આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારનાં ખેડૂતોની સિંચાઇના પાણી માટેની માંગણીઓને અનુલક્ષીને આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહના અધ્યક્ષસ્થાને વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ વિસ્તારના જળસ્તર ઉપર આવે અને જમીન હરિયાળી બને તેવા અભિગમ સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. જેમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ખૂબ મોટો સહયોગ આપ્યો છે.

માણસાના ધારાસભ્ય  જયંતી પટેલે આભારવિધિ કરી હતી. આ અવસરે સાંસદ  હરિ પટેલ,  શોભના બારૈયા,  મયંક નાયક, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિલ્લાના પદાધિકારીઓ અને અગ્રણીઓ, જળ સંપત્તિ, માર્ગ-મકાન તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી  બી.જે. પટેલ, અધિક નિવાસી કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ તથા ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમિત શાહે અતિ આધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઈન અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું

આ પણ વાંચો અમિત શાહે મેમનગરમાં શાંતિનિકેતન સોસાયટીના પ્રજાજનો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં CBI દ્વારા વિકસિત ભારતપોલ પોર્ટલનું ઉદઘાટન કર્યું