આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી પહોંચ્યા હતા . તેઓ અમદાવાદ ગાંધીનગરને જોડતા એસ.જી હાઇવે પર વૈષ્ણોવદેવી સર્કલ ફ્લાય ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મૂક્યો છે. આ પહેલા આજે સવારે તેઓ બોડકદેવ રસીકરણ કેન્દ્ર પર ઉપસ્થિત રહીને રસીકરણના મહાઅભિયાનના કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. જે બાદ અમિત શાહે વૈષ્ણોવદેવી સર્કલ ફ્લાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉપરાંત ખોડિયાર કન્ટેનર ડેપો પાસે બનાવેલા ફલાય ઓવરબ્રિજનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
રૂ.28 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા ફ્લાય ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા દૂર થઈ જશે. આ બ્રિજનાં લોકાર્પણ કાર્યક્રમમાં સીએમ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ પણ હાજર રહ્યાં હતા.
વૈષ્ણોદેવી સર્કલ પર બનીને તૈયાર થયેલા વિશાળ બ્રિજને બનાવવાનો ખર્ચ 28 કરોડ રુપિયા થયો છે. આ અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે, 28 કરોડ રૂપિયાના ખર્ચે સરખેજ-ગાંધીનગર હાઈવે પર નિર્મિત વૈષ્ણોદેવી સર્કલ પરના ફલાય ઓવર નું કામ પૂર્ણ થયુ છે જે આગામી ટૂક સમયમાં નાગરિકો માટે ખૂલ્લો મૂકાયો છે.
આ ઉપરાંત કલોલ તાલુકાના આશરે 70 ગામોના ખેડૂતોની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, કલોલ માર્કેટયાર્ડમાં પોતાની ખેત પેદાશોના વેચાણ અર્થ આવે છે. આ માર્કેટમાં વાર્ષિક 8538 લાખની ખરીદી-વેચાણ થાય છે. માર્કેટ યાર્ડના કામકાજ અર્થે રુપિયા 2 કરોડના ખર્ચે કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
