Not Set/ અમિત શાહને મળ્યા યુપીના ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા, દીકરા પર છે ખેડૂતો પર ગાડી ચડાવાનો આરોપ

લખીમપુર ખીરી હિંસા મામલામાં ચાલી રહેલી ઘટના પછી વિપક્ષના નિશાના પર આવ્યા છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી..

Top Stories India
ગૃહ રાજ્યમંત્રી

લખીમપુર ખીરી હિંસા મામલામાં ચાલી રહેલી ઘટના પછી વિપક્ષના નિશાના પર આવ્યા છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ અટકળો તેજ થઈ રહી છે અને વિવિધ ક્યાસ કાઢવામાં આવી રહ્યા છે. રવિવારે લખીમપુર ખીરીમાં થેયલી હિંસા બાદ કેન્દ્રીય મંત્રી વિપક્ષના નિશાના પર છે.

આ પણ વાંચો :સ્ટેજ પર બોલવાની તક ન મળતા આ નેતા થયા ગુસ્સે, પછી જે કર્યુ તે જુઓ આ વીડિયોમાં

વિપક્ષ તેમનું રાજીનામુ અને આરોપી પુત્રની ધરપકડની માગ કરી રહ્યો છે, આરોપ છે કે તેમના પુત્ર આશીષ મિશ્રાએ પ્રદર્શનકારી ખેડૂતો પર એસયુવી કાર ચઢાવી દીધી, જેનાથી ચાર ખેડૂતોના મોત થઈ ગયા. બાદમાં ભડકેલી હિંસામાં ચાર વધુ લોકો મોતને ભેટ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બુધવારે લખીમપુર ખીરી જવાના પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે માહિતી મળી છે કે દિલ્હી એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓને થોડીવાર રોક્યા હતા જોકે હવે રાહુલ ગાંધી લખનઉ માટે ફ્લાઈટમાં બેસવામાં સફળ થયા હતા.

ખેડૂતો પર ગાડી ચઢાવવાના કથિત વીડિયો પણ સામે આવી રહ્યા છે. એવો પણ આરોપ છે કે આશીષ મિશ્રાએ ખેડૂતો પર ફાયરિંગ પણ કરી છે. ખેડૂતો દ્વારા દાખલ કાવાયેલી ફરિયાદમાં કહેવાયું છે કે મંત્રીના પુત્રએ ગાડીથી રસ્તાની બંને તરફ ખેડૂતોને કચળી નાખ્યા, જે પછી ચાલકે નિયંત્રણ ગુમાવી દીધું અને ગાડી ખાડામાં ઘૂસી ગઈ, જેનાથી ઘમા લોકો ઘાયલ થયા છે. ફરિયાદમાં કહેવાયું છે કે આ પછી મંત્રીનો પુત્ર ગાડીથી ઉતરી ગયો અને પોતાની બંદૂકથી ફાયરિંગ કરતાં શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો.

આ પણ વાંચો : ભારતનો પહેલો વર્ટિકલ બ્રીજ 2022 માં બનીને થશે તૈયાર, જુઓ PHOTOS

બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ?

માનવામાં આવે છે કે મિશ્રાએ રવિવારે ગૃહમંત્રીને ઉત્તર પ્રદેશના તેમના ગૃહ જિલ્લા લખીમપુર ખેરીમાં આ ઘટના વિશે જાણ કરી હતી. રવિવારે બનેલી ઘટનામાં ખેડૂતોના મોત અંગે પોલીસે અજય કુમાર મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા અને અન્ય સાત સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. કેન્દ્રીય મંત્રીએ ખેડૂત સંગઠનોના આક્ષેપોને નકાર્યા કે તેમનો પુત્ર કારમાં બેઠો હતો. તેણે કહ્યું કે તેની પાસે તેનો પુરાવો છે કે તે બતાવે છે કે તેનો પુત્ર અન્ય કોઈ કાર્યક્રમમાં ગયો હતો.

ગૃહ રાજ્યમંત્રી મિશ્રાનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને લઈ જતું એક વાહન પલટી ગયું જ્યારે પ્રદર્શનકારીઓએ તેના પર પથ્થરમારો કર્યો. ખેડૂતો તે કાર નીચે આવ્યા અને મૃત્યુ પામ્યા. દેખાવકારોએ કારમાં સવાર ચાર લોકોને બહાર કાઢ્યા અને માર માર્યો.

આ પણ વાંચો : આખરે રાહુલ અને પ્રિયંકા ગાંધીનેે લખીમપુર જવાની મળી મંજરી

લખીમપુર ખેરી હિંસા કેસમાં 8 લોકોના મોત બાદ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ આશિષ મિશ્રાની ધરપકડ કરવાની માંગ કરી છે.

અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ, સીબીઆઈ તપાસની માંગ

દરમિયાન, લખીમપુર હિંસાની સીબીઆઈ તપાસની માંગ પણ ઉઠવા લાગી છે. બુધવારે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક પત્ર અરજી દાખલ કરવામાં આવી છે જેમાં આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે. આ સાથે, ડીએમ, સ્થાનિક પોલીસ અધિકારી અને ડીજીપીને તેમની ફરજ નિભાવવામાં નિષ્ફળતા બદલ સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે.

રવિવારે ખેડૂતોના વિરોધ દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં આઠ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં ચાર ખેડૂતો પણ હતા, જેઓ કથિત રીતે ભાજપના કાર્યકરો દ્વારા ચલાવવામાં આવતા વાહનો દ્વારા કચડાઈ ગયા હતા. આ સાથે, બીજેપીનો એક અન્ય કાર્યકર અને એક ડ્રાઈવર પણ હતો જેમને કથિત રીતે વિરોધીઓ દ્વારા વાહનોમાંથી ખેંચીને માર મારવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશ પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાના પુત્ર સામે કેસ નોંધ્યો છે પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો : 7 ઓક્ટોબરથી આ નિયમો સાથે શિરડી સાંઈ બાબાના દર્શન કરી શકશે ભક્તો

દરમિયાન, આ મામલે કાઉન્ટર એફઆઈઆર પણ કરવામાં આવી છે. ભાજપના કાર્યકર સુમિત જયસ્વાલે આ અંગે અરજી કરી છે. એફઆઈઆરમાં કોઈનું નામ આપવામાં આવ્યું નથી, પરંતુ અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યા, હુમલો અને તોફાનોની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ બાજુ સવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હવે થોડા સમયથી હિન્દુસ્તાનના ખેડૂતો પર સરકારનું આક્રમણ થઈ રહ્યું છે, ખેડૂતોને જીપ નીચે કચળવામાં આવી રહ્યા છે, તેમની હત્યા કરવામાં આવી રહી છે, તેના પર સરકારમાં પોસ્ટમોર્ટમ યોગ્ય થઈ રહ્યું નથી. જે બોલે છે તેમને બંધ કરવામાં આવી રહ્યા છે.

આ વચ્ચે મામલામાં કાઉંટર ફરિયાદ પણ કરાઈ છે જેમાં ભાજપના કાર્યકર્તા સુમિત જયસ્વાલે આ ફાઈલ કરાવી છે અને તેમાં કોઈ નામ નથી લખાયા. જોકે અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ છે, જેમાં હત્યા, મારપીટ અને બળવો કરવાની કલમો દાખલ કરાઈ છે. આ ઘટના સાથે જોડાયેલો બીજો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોહીથી લથપથ એક શખ્સ કહી રહ્યો છે કે ગાડીમાં ભૈયા (આશીષ મિશ્રા) હતો. ઘાયલ શખ્સનું કહેવું છે કે આ થાર ગાડી હતી જેની પાછળ કાળા રંગની ફોર્ચ્યૂર્નર હતી. તેમાં તે સવાર હતો. જેમાં પાંચ વ્યક્તિ હતા. કારની પાછળના ભાગમાં બેસેલા શખ્સે દાવો કર્યો કે તે ગાડી કોંગ્રેસના એક પૂર્વ સાંસદની હતી. આ પછી તે કારની નંબર પ્લેટ આપે છે.

આ પણ વાંચો :ઇતિહાસમાં આજનો દિવસ: 6 ઓક્ટોબર

આ પણ વાંચો :સ્ટેજ પર બોલવાની તક ન મળતા આ નેતા થયા ગુસ્સે, પછી જે કર્યુ તે જુઓ આ વીડિયોમાં