બેઠક/ આજે અમિત શાહ અમદાવાદ આવશે,સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં PM મોદી સહિત આ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે

આજે ગૃહમંત્રી અમિતશાહ સાંજે 4 કલાકે અમદાવાદ આવશે,અરેપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવશે,તે સોમનાથ ટ્ર્સટની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

Top Stories India
  • અમિત શાહ આજે આવશે અમદાવાદ
  • સાંજે 4 વાગ્યે અમિત શાહ આવશે અમદાવાદ
  • એરપોર્ટ પર અમિત શાહનું કરાશે સ્વાગત
  • ભાજપના નેતાઓ રહેશે એરપોર્ટ પર હાજર
  • સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં લેશે અમિત શાહ ભાગ

આજે ગૃહમંત્રી અમિતશાહ સાંજે 4 કલાકે અમદાવાદ આવશે,અરેપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવશે,તે સોમનાથ ટ્ર્સટની બેઠકમાં ઉપસ્થિત રહેશે.ગાંધીનગર ખાતે સોમનાથ ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની આજે બેઠક મળવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સહિત વર્તમાન ટ્રસ્ટીઓ બેઠકમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અવસાન થતાં તેમની જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી.

પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાન બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવા પામી ન હતી. પરંતુ આજે ગાંધીનગર ખાતે PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની બેઠક મળવા જઇ રહી છે. જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરીની આખરી મહોર મારવામાં આવે તેવી શક્યતા પણ છે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટની છેલ્લા એક વર્ષથી વર્ચ્યુઅલ બેઠક યોજાતી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, સોમનાથ મંદરિના ટ્રસ્ટી પી.કે.લહેરી, જે.ડી.પરમાર, હર્ષવર્ધન દિવેટિયા હાજર રહેશે

નોંધનીય છે કે, આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટમાં ત્રણ ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કરવાની શક્યતા રહેલી છે તેમજ મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં ભક્તો માટે કોરિડોર રૂપ નવનિર્મિત કામોને પણ ચોક્કસ મંજૂરી મળી શકે છે. રામ વાડી વિસ્તારમાં બે વ્યાપારિક સંકુલનું નિર્માણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવાનું આયોજન પણ છે. જેને પણ ટ્રસ્ટી મંડળની બેઠકમાં સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવે તેવી શક્યતાઓ છે. તેમજ સોમનાથ ટ્રસ્ટની ધાર્મિક પરંપરા અનુસાર કોઈ વ્યક્તિ ટ્રસ્ટી બનવાને લાયક થશે. તો તેની નિમણૂક થવાની પણ પૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.