Not Set/ નોવાક જાકોવિચે જાન મિલમૈનને હરાવી સેમીફાઈનલમાં પહોંચ્યો

બે વખતના ચેમ્પિયન નોવાક જાકોવિચે જાન મિલમૈનને હરાવતા સીધા સેટમાં જીત સાથે અમેરીકન ઓપનની પુરુષ સિંગલ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યાં હવે તેનો સામનો કેઈ નિશિકોરી સામે થશે. સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જાકોવિચે ઓસ્ટ્રેલિયાના દુનિયાના 55 માં ક્રમાંકના ખેલાડી મિલમૈનને 6-3, 6-4, 6-4 થી હરાવીને ગત 11 તકોમાં 11મી વખત અમેરીકી ઓપનની સેમીફાઈનલમાં પ્રવેશ […]

Top Stories Sports

બે વખતના ચેમ્પિયન નોવાક જાકોવિચે જાન મિલમૈનને હરાવતા સીધા સેટમાં જીત સાથે અમેરીકન ઓપનની પુરુષ સિંગલ સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યાં હવે તેનો સામનો કેઈ નિશિકોરી સામે થશે. સર્બિયાના સ્ટાર ખેલાડી નોવાક જાકોવિચે ઓસ્ટ્રેલિયાના દુનિયાના 55 માં ક્રમાંકના ખેલાડી મિલમૈનને 6-3, 6-4, 6-4 થી હરાવીને ગત 11 તકોમાં 11મી વખત અમેરીકી ઓપનની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નોવાક જાકોવિચ 2011 અને 2015માં અહીં ટાઈટલ જીતવામાં સફળ રહ્યો હતો.

21માં ક્રમાંક ધરાવતા જાપાનના નિશિકોરીએ 5 સેટ સુધી ચાલેલ પડકારજનક મેચમાં મારીન સિલિચને હરાવીને અંતિમ 4 માં જગ્યા બનાવી લીધી. નિશિકોરીએ ક્વાર્ટર ફાઈનલમાં 2-6, 6-4, 7-6 (7/5), 4-6, 6-4 ની જીત સાથે 2014 ની ફાઈનલમાં સિલિચ સામે મળેલ હારનો બદલો પણ લઈ લીધો છે. ચોથા તબક્કામાં 5 વખતના ચેમ્પિયન રોઝર ફેડરરને બહાર કરનાર મિલમૈન ભલે સીધા સેટોમાં હારી ગયો, પરંતુ તેણે જાકોવિચને 2 કલાક અને 49 મિનિટ સુધી જબરદસ્ત ટક્કર આપી હતી. જાકોવિચને 20 બ્રેક પોઈન્ટ મળ્યા, પરંતુ આમાંથી તે માત્ર 4 નો જ ફાયદો ઉઠાવી શક્યો. તેણે 53 સહજ ભૂલો પણ કરી પરંતુ તેમ છતાં મિલમૈનને હરાવવામાં તે સફળ રહ્યો હતો.