Chhota Udepur News/ અમિતાભ બચ્ચન પીઠોરા કળાથી પ્રભાવિત, છોટાઉદેપુરને મળી નવી ઓળખ

છોટાઉદેપુર જિલ્લાની ઓળખ સમાન પીઠોરા કલા (Pithora Art)હવે દેશભરમાં વધુ ધ્યાન ખેંચી રહી છે

Gujarat Others
છોટાઉદેપુર જિલ્લાની આગવી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત પીઠોરા કલા (Pithora Art)હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)સુધી પહોંચી છે

Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લાની આગવી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત પીઠોરા કલા (Pithora Art)હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)સુધી પહોંચી છે. મુંબઈ ખાતે યોજાયેલા લોકપ્રિય ટેલિવિઝન શો ‘કૌન બનેગા કરોડપતિ’ના સ્ટુડિયોમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને અમિતાભ બચ્ચનને પીઠોરા દેવનું ચિત્ર સ્મૃતિભેટ તરીકે અર્પણ કર્યું હતું. પદ્મશ્રી પરેશ રાઠવા દ્વારા તૈયાર કરાયેલું આ ચિત્ર નિહાળીને અમિતાભ બચ્ચન પ્રભાવિત થયા હતા અને તેમણે આદિવાસી કલાને “Divine Colors of Chhotaudepur” તરીકે બિરદાવી હતી.

Pithora Art : પીઠોરા ચિત્રકલાનું શું છે મહત્ત્વ?

છોટાઉદેપુર જિલ્લાની ઓળખ સમાન પીઠોરા કલા (Pithora Art)હવે દેશભરમાં વધુ ધ્યાન ખેંચી રહી છે. આદિવાસી સમાજની શ્રદ્ધા, પરંપરા અને જીવનશૈલી સાથે જોડાયેલી આ અનોખી લોકકલાની ઝલક સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ જોવા મળી હતી.

ગત 7 ઑક્ટોબરના રોજ મુંબઈ ખાતે લોકપ્રિય ટેલિવિઝન શો ‘કૌન બનેગા કરોડપતિ’ના સ્ટુડિયોમાં છોટાઉદેપુરનાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન (Gargi Jain)અને અમિતાભ બચ્ચન વચ્ચે વિશેષ મુલાકાત યોજાઈ હતી. આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈને અમિતાભ બચ્ચનને પીઠોરા દેવનું ચિત્ર સ્મૃતિભેટ તરીકે અર્પણ કર્યું હતું.

પદ્મશ્રી પરેશ રાઠવા દ્વારા તૈયાર કરવામાં આવેલું પીઠોરા ચિત્ર નિહાળીને અમિતાભ બચ્ચને (Amitabh Bachchan)આ કલા વિશે ઉત્સુકતા દર્શાવી હતી. ત્યારે કલેક્ટર ગાર્ગી જૈને તેમને પીઠોરા કલાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સમજાવ્યું હતું. પીઠોરા આદિવાસી સમાજની આસ્થા અને પરંપરાનું પ્રતીક છે, જે પેઢી દર પેઢી જીવંત રહી છે.
આદિવાસી કળાની વિશેષતા અને તેના રંગોથી પ્રભાવિત થઈ અમિતાભ બચ્ચને તેને “Divine Colors of Chhotaudepur” તરીકે બિરદાવી હતી.

આ મુલાકાતથી છોટાઉદેપુરની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત પીઠોરા કલા (Pithora Art)ને વ્યાપક ઓળખ અપાવવાનો અવસર મળ્યો છે. સાથે જ સ્થાનિક કલાકારોની કલા અને વારસાને વધુ લોકો સુધી પહોંચાડવાની દિશામાં પણ આ પ્રસંગ મહત્ત્વપૂર્ણ બની રહ્યો છે.


આ પણ વાંચો: આજે 9 ઓગસ્ટ… આંતરરાષ્ટ્રીયઆદિવાસી લોકોનો દિવસ, જાણો ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

આ પણ વાંચો: વાંસદા ખાતે ‘આદિવાસી ગૌરવ અભિવાદન સમારોહ’ યોજાયો

આ પણ વાંચો: ગુજરાતમાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી અને વિકાસ કાર્યોનું લોકાર્પણ