Bollywood/ અમૃતા રાવ અને આરજે અનમોલે પુત્રનું કર્યું નામકરણ, શેર કર્યો આ ફોટો

બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ અને આરજે અનમોલ તાજેતરમાં જ બેબી બોયના માતા-પિતા બન્યા છે. તેણે સોશિયલ મીડિયા પર પુત્રના નામ માટે સૂચનો માંગ્યા હતા. હવે આ કપલે તેમના પુત્રનું નામ જાહેર કર્યું છે,

Entertainment
a 52 અમૃતા રાવ અને આરજે અનમોલે પુત્રનું કર્યું નામકરણ, શેર કર્યો આ ફોટો

બોલિવૂડ એક્ટ્રેસ અમૃતા રાવ અને આરજે અનમોલ તાજેતરમાં જ બેબી બોયના માતા-પિતા બન્યા છે. તેણે સોશિયલ મીડિયા પર પુત્રના નામ માટે સૂચનો માંગ્યા હતા. હવે આ કપલે તેમના પુત્રનું નામ જાહેર કર્યું છે, જેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સાથે અનમોલે પુત્રનો ફોટો પણ ચાહકો સાથે શેર કર્યો છે.

ફોટામાં અમૃતા અને અનમોલના પુત્રનો હાથ જોવા મળી રહ્યો છે. જોકે, ફોટોમાં પુત્રનો ચહેરો દેખાઈ રહ્યો નથી. આ ઉપરાંત તેણે કેપ્શનમાં લખ્યું છે, હેલો વર્લ્ડ, માળો અમારા પુત્ર વીરને. હું તમારા આશીર્વાદ માંગુ છું. આ ફોટોને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે. ચાહકો ટિપ્પણીઓ કરીને અમૃતા અને અનમોલને અભિનંદન આપી રહ્યા છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે અમૃતાની માતા બન્યા પછી, તેના સ્પોકપર્સને એક નિવેદન જારી કર્યું હતું, જેમાં ‘અમૃતા રાવ અને આરજે અનમોલ માતા-પિતા બની ગયા છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે. અમૃતા અને અનમોલ બંને ખૂબ ખુશ છે. ‘ તાજેતરમાં જ, અમૃતાએ જ્યારે તેના પુત્રને પહેલીવાર ખોળામાં લીધો ત્યારે તેને શું લાગ્યું તે જણાવ્યું હતું. અમૃતાએ એમ પણ કહ્યું કે આ સમયે જ્યાં આખું વિશ્વ આ મહામારીથી પરેશાન છે, આવી સ્થિતિમાં બાળક થવું એ ભગવાનનું આશીર્વાદ છે.

આ પણ વાંચો : ફરી એકવાર થિયેટરમાં માણી શકાશે ‘DDLJ’ મૂવીની મજા

અમૃતાએ અનમોલ સાથે 2016માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં માત્ર અંગત લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ અગાઉ બંનેએ સાત વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. અમૃતાએ 2002માં આલિશા ચિનોઈના સોંગ વો પ્યાર મેરામાં કામ કર્યું હતું. ત્યાર બાદ એ જ વર્ષે ફિલ્મ અબ કે બરસમાં કામ કર્યું હતું. આ ફિલ્મ તો હિટ થઈ નહીં પરંતુ અમૃતાનો રોલ વખણાયો હતો