Bulandshahr News/ રાષ્ટ્રપતિ અંકલ…મારી મમ્મી શબનમને માફ કરી દો! હું તેમને ખુબ જ પ્રેમ કરું છું, પુત્રએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

ઉત્તરના અમરોહામાં બામનખેડીની ઘટનામાં દોષિત શબનમને ગમે ત્યારે મૃત્યુદંડની સજા થઈ શકે છે. ફાંસીની સંભાવના વચ્ચે, શબનમના પુત્ર તાજે રાષ્ટ્રપતિને તેની માતાની મૃત્યુ સજા માફ કરવાની વિનંતી કરી છે.

India
a 249 રાષ્ટ્રપતિ અંકલ…મારી મમ્મી શબનમને માફ કરી દો! હું તેમને ખુબ જ પ્રેમ કરું છું, પુત્રએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર

ઉત્તરના અમરોહામાં બામનખેડીની ઘટનામાં દોષિત શબનમને ગમે ત્યારે મૃત્યુદંડની સજા થઈ શકે છે. ફાંસીની સંભાવના વચ્ચે, શબનમના પુત્ર તાજે રાષ્ટ્રપતિને તેની માતાની મૃત્યુ સજા માફ કરવાની વિનંતી કરી છે. શબનમના પુત્ર તાજે કહ્યું કે રાષ્ટ્રપતિ અંકલ મારી માતાને માફ કરો. મારી માતાને ફાંસી અ આપો. હું તેમને ખૂબ પ્રેમ કરું છું.

તાજને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેને લાગે છે કે રાષ્ટ્રપતિ ફાંસીની સજા માફ કરશે, ત્યારે તેણે અત્યંત ભોળાભાવે જવાબ આપ્યો કે બાળકોની વાત મોટા માની લેતા હોય છે, રાષ્ટ્રપતિ અંકલ મારુ કહ્યું માનશે.

બુલંદશહેરની સુશીલા વિહાર કોલોનીમાં રહેતા ઉસ્માન સૈફીને શબનમના એકમાત્ર સંતાનની જવાબદારી સોંપવામાં આવી છે. શબનમનો પુત્ર તાજ જેલમાં જન્મ્યો હતો. જ્યારે તે 6 વર્ષનો હતો ત્યારે તેને જેલમાં બહાર લાવવામાં આવ્યો હતો અને અમરોહા જિલ્લા વહીવટીતંત્રે ઉસ્માનને કસ્ટોડિયન બનાવ્યો હતો. ઉસ્માને કહ્યું કે શબનમના નામે ઘણી સંપત્તિ છે. તેઓએ શબનમને સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ જેવા કેટલાક સારા કામ માટે આ સંપત્તિ દાનમાં આપવા કહ્યું છે.

આપને જણાવી દઈએ કે 15 એપ્રિલ 2008 ના રોજ શબનમે તેના પ્રેમી સલીમની મદદથી તેના માતાપિતા, બે ભાઈઓ, ભાભી, કાકીની છોકરી અને સાત મહિનાના ભત્રીજાની કુહાડીથી હત્યા કરી હતી, ત્યારબાદ, નીચલી અદાલતે શબનમને ફાંસીની સજા સંભળાવી. સુપ્રીમ કોર્ટે પણ તેમની સજાને સમર્થન આપ્યું હતું અને હવે રાષ્ટ્રપતિએ પણ શબનમની દયા અરજીને નકારી છે.

પ્રેમી સાથે મળીને પોતાના જ પરિવારના સાત સભ્યોની દર્દનાક હત્યા કરનારી શબનમ આઝાદ ભારતની પહેલી મહિલા બનશે કે જેને ફાંસી આપવામાં આવશે. બુલંદ શહેરના એક દંપતિએ માણસાઇ બતાવતા શબનમના તે દિકરાને અપનાવ્યો જેને કોઇ દત્તક લેવા પણ નહોતુ ઇચ્છતું. જેલમાં પેદા થયેલા શબનમના દિકરાને આ દંપતિ ઉછેરી રહ્યું છે. શબનમનો દિકરો છઠ્ઠા ધોરણમાં ભણે છે અને આ દંપતિને બાળક છોટી મમ્મી-પપ્પા કહે છે.