Surat News: સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામુહિક બળાત્કારના (Gang Rape)કેસમાં જિલ્લા LCBએ બે આરોપીની ધરપકડ કરી છે. મુન્નો પાસવાન અને શિવશંકર ચૌરસિયા નામના આરોપીઓની માંડવીના તડકેશ્વર ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. સુરતના માંગરોળ રેપ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી શિવશંકરની તબિયત બગડતાં તેનું મૃત્યુ થયું હતું.
આરોપી શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ તેઓ વેન્ટિલેટર પર હતા. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આરોપી રવિશંકરનું મૃત્યુ થઈ ગયું છે. સુરત જિલ્લાના માંગરોળ ગેંગ રેપ કેસમાં મુન્નો પાસવાન અને શિવશંકર ચૌરસિયા નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કુલ ત્રણ આરોપી છે જેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે. ત્રીજો આરોપી રાજુ હજુ ફરાર છે.
પકડાયેલા આરોપીઓમાં એક બિહારનો અને બીજો મધ્યપ્રદેશનો છે. આ ગેંગરેપ અંગે માહિતી આપતા સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે, મોટા બોરસરા ગામ નજીક સગીર અને સગીરા રાત્રે ઊભા રહીને વાતચીત કરતા હતા. એ દરમિયાન બાઈક પર ત્રણ નરાધમો આવ્યા હતા. પહેલા તો એમણે આવીને અહીં કેમ ઊભા છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઈલ પણ નરાધમોએ લઈ લીધા હતા. તરૂણ અને તરૂણી બંનેના કપડાં ઉતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા.
આ ફોટો વાઇરલ કરવાની નરાધમોએ ધમકી આપી હતી અને તરૂણીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જો કે, જે-તે સમયે તરૂણ અને તરૂણી બંને નરાધમોને વશ થયા નહોતા અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતા આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. બાદમાં સગીરાનો મિત્ર બાજુમાં રહેલા માછીમારોને જાણ કરી હતી અને ગ્રામજનો દોડી આવી સગીરાને લઈ હોસ્પિટલ ખસેડી હતી.
કોસંબા ગેંગરેપની ઘટના બાદ સુરત પોલીસે જાડી ઝાંખરામાં પેટ્રોલિંગ વધારી દીધું છે. પાંડેસરા પોલીસે જુદી જુદી ટીમો બનાવી જાડી ઝંકારા, ખાડી, સુમસાન સ્થળોએ તપાસ કરી હતી. વડોદરાના કોસંબામાં જાડી ઝંકારા અને સુમસાણ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. સુરત શહેર પોલીસે મહત્વના સ્થળોએ લાઈટો લગાવી છે. ગરબા આયોજકોને ગરબા પાર્કિંગથી લઈને ગરબા સ્થળ સુધી ફોકસ લાઈટો લગાવવાની સલાહ આપવામાં આવી છે. પાંડેસરા, ઉધના, ડિંડોલી, લિંબાયત, ડુમસમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: નિર્ભયાકાંડ ના આરોપીઓ બાદ, સુરત દુષ્કર્મના આરોપીને અપાશે ફાંસી, જાણો કયારે અને કયા..?
આ પણ વાંચો: સુરત દુષ્કર્મ/ નરાધમ હતો ભાગવાની તૈયારીમાં, પોલીસે દબોચી લીધો
આ પણ વાંચો: સુરત દુષ્કર્મ/ આવો દેખાય છે આ નરાધમ…ઓળખી લો, સ્કેચ કરાયો જાહેર