Emergency Landing/ પૂણે જઈ રહેલી એર એશિયાની ફ્લાઈટનું આ કારણોસર ભુવનેશ્વરમાં કરવુ પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ

પુણે જઈ રહેલી એર એશિયા એરલાઈન્સની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગના સમાચાર છે, કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ કર્યા બાદ એક પક્ષી પ્લેન સાથે અથડાયું હતું

Top Stories India
An Air Asia flight

An Air Asia flight: પુણે જઈ રહેલી એર એશિયા એરલાઈન્સની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગના સમાચાર છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ કર્યા બાદ એક પક્ષી પ્લેન સાથે અથડાયું હતું. જે બાદ એરક્રાફ્ટને ઓડિશાના ભુવનેશ્વરમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે વિમાન ભુવનેશ્વરના બિજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું છે કે વિમાનને કોઈપણ સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વિમાનના ઇમરજન્સી લેન્ડિંગની ઘટના દીવસેને દીવસે વધી રહી છે. કોઇને કોઇ કારણસર વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની જરૂરીયાત ઉભી થાય છે. એર એશિયા એરલાઈન્સની ફ્લાઈટનું તત્કાલ ધોરણે ભુવનેશ્વર બિજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ થયું છે. વિમાનને કોઇ પણ પ્રકારનું નુકશાન થયું નથી તેમ અધિકારીઓનું કહેવું છે. 

Dhirendra Shastri/ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ભાઈ શાલિગ્રામની ધરપકડ, કહ્યું- દરેક બાબતને બાગેશ્વર ધામ સાથે ન જોડવી

Ahmedabad/ 3 માર્ચથી લઈને 5 માર્ચ સુધી અમદાવાદ શહેરના 11 વોર્ડમા પાણી કાપ

Weather/ ઉનાળાની શરૂઆતમાં જ વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામા વધારો

Chhotaudepur/ અંધશ્રદ્ધા નામે લોકો લગાડે છે જંગલમાં આગ, આ રીતે આવ્યું નિરાકરણ