Not Set/ અમેરિકા-કનેડા સરહદ પર પટેલ પરિવારના મોત મામલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તપાસ કરશે,જાણો વિગત

કેનેડા સરહદે પોલીસ દ્વારા ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટની અટકાયત કરી પૂછપરછ બાદ તેને શરતી જામીન અપાયાનું જાણવા મળી રહ્યું છે.

Top Stories Gujarat

અમેરિકા સ્થાઇ થવાની મહેચ્છાના લીધે  પટેલ પરિવારનો કરૂણ મોત નિપજ્યું હતતું જે અતર્ગત હાલ 3 દેશની પોલીસ તાપસ કરી રહી છે હાલ આ કેસ ટોક ઓફ ધ વર્લ્ડ બની ગયો છે. કલોલ તાલુકાના ડીંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના કેનેડાથી ગેરકાયદે રીતે અમેરિકા જતા રસ્તામાં ભારે બરફ વર્ષામાં માઇનસ 35 ડિગ્રીના વાતાવરણમાં થીજી જવાથી મોત થવાની ઘટનામાં ગુજરાત પોલીસ વડાએ સીઆઈડી ક્રાઈમની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી દીધી છે. તેમાં પ્રાથમિક તપાસ શરૂ થઈ ગઈ છે અને ગામના તલાટી પાસેથી મૃતકોના નામની મતદારયાદી વગેરે દસ્તાવેજો લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.

કલોલના ડીંગુચા ગામના બળદેવભાઈ પટેલના પુત્ર જગદીશભાઈ, તેમની પત્ની વૈશાલી, પુત્રી ગોપી અને પુત્ર ધાર્મિક કેનેડા જવા માટે નીકળ્યા હતા અને ત્યાં પહોંચી ફોન કરવાનું કહ્યું હતું. જોકે ગેરકાયદે કેનેડાથી અમેરિકા જતી વખતે રસ્તામાં પોતાના ગ્રૂપથી છૂટા પડી જતા જગદીશભાઈ અને તેમના પરિવારનું માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ભયંકર ઠંડીના કારણે થીજી જવાના કારણે મોત થયું હતું. દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે, જેના પગલે ભારત, કેનેડા અને અમેરિકાની તપાસ એજન્સીઓ સંયુક્ત તપાસ શરૂ કરી રહી છે. કેનેડા સરહદે પોલીસ દ્વારા ફ્લોરિડાના સ્ટીવ સેન્ડ નામના એજન્ટની અટકાયત કરી પૂછપરછ બાદ તેને શરતી જામીન અપાયાનું જાણવા મળી રહ્યું છે.

આ મામલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ પરિવારને ગેરકાયદે વિદેશ મોકલવા માટે સંકળાયેલા લોકોની તપાસ કરવા માટે સમગ્ર બનાવની સીઆઇડી ક્રાઇમના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને તપાસ સોંપી છે, જેમાં ડીવાયએસપી સતીશ ચૌધરીની આગેવાનીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે મૃતકોના દસ્તાવેજો તલાટી પાસેથી મેળવી આ દિશામાં તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.