GODHRA NEWS/ ગોધરામાં ચાલુ કોર્ટે ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયાસ કરનારા શખ્સ સામે ACBમાં ગુનો દાખલ

આરોપી પાસેથી રૂ.35,000 નું કવર કબજે કરવામાં આવ્યું

Top Stories Gujarat

Godhra News : ગોધરામાં ચાલુ કોર્ટે ન્યાયાધીસને લાંચ આપવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઈ છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં મહીસાગરના વીરપુર તાલુકાના સરાડીયા ખાતે રહેતા આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી (54) વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગોધરા કોર્ટમાં આરોપી વિરૂધ્ધ કેસ ચાલતો હતો જેના ઝડપી નિકાલ માટે તેણે ન્યાયાધીશને ચાલુ કોર્ટમાં લાંચની ઓફર કરી હતી.

તેણે ન્યાયાધીશને કવરમાં ભારતીય ચલણી નોટો આપવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા ઓફરમાં આપવાની રૂ. 35,000 ભરેલુ કવર કબજે કરવામાં આવ્યું હતું. તે સિવાય આરોપીનો મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે. પંચમહાલ એસીબી પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મોરબીમાં લાંચ લેતા રેવન્યુ તલાટી ઝડપાયો

આ પણ વાંચો: વાપીમાં CGST નો ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો: 25 લાખની માંગી લાંચ, કપડાં કઢાયા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ DSP પર લગાવ્યા ગંભીર આક્ષેપો