ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ બોલર અને ઘણા રેકોર્ડ ધરાવતા અનિલ કુંબલેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. પરીક્ષા ચર્ચા દરમિયાન વડા પ્રધાન મોદીએ સોમવારે વિદ્યાર્થીઓને ઉર્જા પહોંચાડવા માટે કેટલાક ઉદાહરણો આપ્યા હતા, જેમાં તેમણે અનિલ કુંબલેનો ઉલ્લેખ કર્યો હતો કે અનિલ કુંબલેએ એક મેચમાં પટ્ટી બાંધી બોલિંગ કરી હતી, આ માત્ર અનિલ કુંબલે માટે ગૌરવની વાત નથી, પરંતુ ભારતીય ક્રિકેટ માટે પણ તે મોટી વાત છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ વચ્ચે થયેલી ઐતિહાસિક ભાગેદારી અને તૂટેલા જડબા સાથે અનિલ કુંબલેની બોલિંગનું ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ‘પરીક્ષા પર ચર્ચા’ કાર્યક્રમમાં વડા પ્રધાને સકારાત્મક વિચારનાં સંદેશ પર ભાર મૂકવા 2001 ની ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીની યાદ અપાવી હતી.
વડા પ્રધાન મોદીએ કહ્યું, અમારી ક્રિકેટ ટીમને ઝટકો લાગી રહ્યો હતો. માહોલ એટલો સારો નહોતો. પરંતુ શું આપણે રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે કરેલી તે પળોને ભૂલી શકીએ? તેમણે મેચમાં ભારતની હારને બદલી અને ઓસ્ટ્રેલિયાને મુસિબતમાં મૂકી દીધી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં તેમણે 2002 માં વેસ્ટ ઇન્ડીઝ સામેની એન્ટિગા ટેસ્ટમાં અનિલ કુંબલેનાં પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, તે જ રીતે, ઈજા હોવા છતાં અનિલ કુંબલેની બોલિંગને કોણ ભૂલી શકે. પ્રેરણા અને સકારાત્મક વિચારસરણીમાં આ શક્તિ છે.
Honoured to have been mentioned in #ParikshaPeCharcha2020 Thankyou Hon. PM @narendramodi ji. Best wishes to everyone writing their exams. pic.twitter.com/BwsMXDgemD
— Anil Kumble (@anilkumble1074) January 22, 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો છે કે અનિલ કુંબલેએ 2002 માં વેસ્ટ ઇન્ડીઝ સામે તૂટેલા જડબાથી બોલ ફેંક્યો હતો અને મેચ ડ્રો કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સમય દરમિયાન, તેના ચહેરા પર પાટો બાંધવામાં આવ્યો હતો. મુશ્કેલ સ્થિતિમાં હોવા છતાં, અનિલ કુંબલેએ વેસ્ટ ઇન્ડીઝનાં વિસ્ફોટક બ્રાયન લારાને આઉટ કર્યો હતો. આ પછી, ભારતની હાર સમાપ્ત થવાની ભીતિ હતી અને ભારત મેચ ડ્રો કરવામાં સફળ રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
