વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 અને ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા બંને ફોર્મેટમાં કેપ્ટન તરીકે પરત ફર્યો છે. જ્યારે વિરાટ કોહલી બંને શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે. ભુવનેશ્વર કુમારને વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, જ્યારે જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે.
T20 ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટમેન), વેંકટેશ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને હર્ષલ પટેલ.
T20I squad: Rohit Sharma(Capt),KL Rahul (vc),Ishan Kishan,Virat Kohli,Shreyas Iyer,Surya Kumar Yadav, Rishabh Pant (wk),Venkatesh Iyer,Deepak Chahar, Shardul Thakur, Ravi Bishnoi,Axar Patel, Yuzvendra Chahal, Washington Sundar, Mohd. Siraj, Bhuvneshwar, Avesh Khan, Harshal Patel
— BCCI (@BCCI) January 26, 2022
વન ડે ટીમ, રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, દીપક હુડા, ઋષભ પંત (વિકેટમેન), દીપક ચહર, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, ફેમસ ક્રિષ્ના અને અવેશ ખાન
ODI squad: Rohit Sharma (Capt), KL Rahul (vc), Ruturaj Gaikwad, Shikhar, Virat Kohli, Surya Kumar Yadav, Shreyas Iyer, Deepak Hooda, Rishabh Pant (wk), D Chahar, Shardul Thakur, Y Chahal, Kuldeep Yadav, Washington Sundar, Ravi Bishnoi, Mohd. Siraj, Prasidh Krishna, Avesh Khan
— BCCI (@BCCI) January 26, 202
વનડેથી ટીમ સાથે જોડાશે. રવિન્દ્ર જાડેજા હજુ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી. હાલમાં તે રિકવરીના અંતિમ તબક્કામાં છે, તેથી તેને બંને શ્રેણીમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. અક્ષર પટેલને માત્ર T20 ટીમમાં સ્થાન મળ્યું છે.
કુલદીપ યાદવની ફરી એકવાર ટીમમાં વાપસી થઈ છે, તેને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઘૂંટણના ઓપરેશન બાદ કુલદીપ યાદવ મર્યાદિત ઓવરોની ટીમમાં પરત ફર્યો છે. તે જ સમયે, રવિ બિશ્નોઈ પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવશે. તેને ડેબ્યૂ કરવાની તક છે, રવિ વિશ્નોઈને બંને ટીમમાં જગ્યા મળી છે. ખાસ વાત એ છે કે દીપક હુડાને ODI ટીમમાં તક મળી છે, જે ચોંકાવનારું નામ છે
કેપ્ટન રોહિત શર્મા ઈજામાંથી સાજા થઈને વાપસી કરી રહ્યો છે. ઈજાના કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણી રમી શક્યો ન હતો. કેપ્ટન બન્યા બાદ રોહિતની આ પ્રથમ વનડે સિરીઝ હશે. છેલ્લા કેટલાક દિવસોથી તે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં હતો અને ત્યાં જ સ્વસ્થ થઈ રહ્યો હતો. બીસીસીઆઈના નવા નિયમો અનુસાર, કોઈપણ ખેલાડી જે ઈજા અથવા કોઈપણ સમસ્યામાંથી પરત ફરી રહ્યો છે, તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરવી જરૂરી છે.
