RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ચૂંટણી લડવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, તેઓ ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચશે અને વડાપ્રધાન મોદીને જવાબ આપશે. વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પણ લોકસભામાં બોલતા રહે છે, હું સંસદમાં પહોંચ્યા પછી તેમની વાતનો જવાબ આપીશ.
આ પણ વાંચો: મનરેગામાં કામકાજના દિવસો 100થી વધારી 150 કરવાની ભલામણ,જાણો
RJD સુપ્રીમો લાલુ પ્રસાદે કહ્યું કે, અત્યારે મને કોર્ટમાંથી ચૂંટણી લડવાની મંજૂરી નથી. પરવાનગી મળતાં જ હું ચૂંટણી લડીને સંસદમાં આવીશ.પટના જતા પહેલા દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર પણ પ્રહારો કર્યા હતા.
લાલુ પ્રસાદે કહ્યું કે, યુપીના મુખ્યમંત્રીના શબ્દોથી સ્પષ્ટ છે કે, તેઓ નર્વસ થઈ ગયા છે. આનાથી સ્પષ્ટ છે કે, આ વખતે યુપીમાં ભાજપનો સફાયો થવાનો છે.તો બીજી તરફ લાલુ પ્રસાદે ફરી એકવાર તેજસ્વી યાદવના આરજેડી અધ્યક્ષ બનવાનો ઈન્કાર કર્યો છે. લાલુ પ્રસાદે કહ્યું કે મીડિયામાં આવી વાતો આવતી રહે છે. આ આરજેડીના રાષ્ટ્રીય અધિવેશનનો મુદ્દો નથી. અમે આ વાત પહેલા પણ સ્પષ્ટ કરી ચુક્યા છીએ. તેમણે વિશેષ રાજ્યના મુદ્દે કહ્યું કે, આ મુદ્દે JDU-BJP એક સાથે છે. તેમણે કહ્યું કે, બંને પક્ષો સાથે હોવા છતાં પણ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો નથી મળી રહ્યો.
આ પણ વાંચો:પાંડવોની રાજધાની હસ્તિનાપુર જીતનાર જ ઉત્તરપ્રદેશમાં સરકાર બનાવે છે!જાણો
લાલુ પ્રસાદે કહ્યું છે કે, બંને પક્ષો આ મુદ્દે જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. લાલુ પ્રસાદે ફરી એકવાર બિહારને વિશેષ દરજ્જાની માંગ કરી છે. લાલુ પ્રસાદ 10 ફેબ્રુઆરીએ યોજાનારી આરજેડીની કાર્યકારી સમિતિની બેઠકમાં ભાગ લેવા પટના પહોંચી ગયા છે. પટના પહોંચતા જ કાર્યકર્તાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વ્હીલ ચેર પર બેસીને બહાર આવેલા લાલુ પ્રસાદે પણ હાથ જોડીને કાર્યકરોનું અભિવાદન કર્યું હતું. એરપોર્ટ પર આરજેડી સુપ્રીમોનું સ્વાગત કરવા માટે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ, વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ મંત્રીઓ અબ્દુલબારી સિદ્દીકી અને શ્યામ રજક, પૂર્વ ધારાસભ્ય ભોલા યાદવ, પ્રદેશ મહાસચિવ ભાઈઓ અરુણ કુમાર અને મનોજ યાદવ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: પાંચ રાજ્યની ચૂંટણીમાં સટ્ટા બજાર ગરમ,જાણો બુકીઓના મતે કઇ રાજકીય પાર્ટી ફેવરીટ
