ભાજપના વધુ એક નેતા જાવેદ અહમદની મંગળવારે બપોરે દક્ષિણ કાશ્મીરમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. છેલ્લા એક સપ્તાહમાં દક્ષિણ કાશ્મીરમાં ભાજપના નેતાની આ બીજી હત્યા છે. જાવેદને હોમશાલીબાગમાં તેના ઘરની બહાર આતંકવાદીઓએ ગોળી મારી હતી. આ ઘટના બાદ ભાજપના નેતાને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું.30 વર્ષીય જાવેદને ઘણી ગોળીઓ વાગી હતી.
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાની નિંદા કરી છે. ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું કે કુલગામથી ખરાબ સમાચાર છે જાવેદ અહમની હત્યા કરવામાં આવી છે. હું આ આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું અને જાવેદના પરિવાર અને સહયોગીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. અલ્લાહ તેમને સ્વર્ગમાં સ્થાન આપે. ભાજપના નેતાની હત્યા પર પક્ષના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે કુલગામમાં નેતાની હત્યાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું કે અહમદ ડાર પાર્ટીના યુવા નેતા હતા અને કુલગામ મતવિસ્તારના પ્રભારી હતા. ઠાકુરે પક્ષના મતવિસ્તાર પ્રમુખની હત્યાને બર્બર ગણાવી હતી.
હત્યારાઓને પકડવા અને તેમને સખત સજા આપવા પોલીસને અપીલ કરતા તેમણે કહ્યું કે આતંકવાદીઓ ભયભીત થઈ રહ્યા છે અને નિર્દોષોને નિશાન બનાવી રહ્યા છે. નિહત્થા લોકોની હત્યા કરવાથી કંઈ થશે નહીં. 10 ઓગસ્ટના રોજ અનંતનાગ શહેરમાં ભાજપના સરપંચ ગુલામ રસૂલ ડાર અને તેમની પત્ની જવાહિરા બાનોની આતંકવાદીઓએ હત્યા કરી હતી.
ભાજપે દાવો કર્યો હતો કે વર્ષ 2020 માં તેના 19 નેતાઓ માર્યા ગયા હતા અને અત્યાર સુધીમાં 21 કાશ્મીરમાં વિવિધ આતંકવાદી હુમલામાં માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મોટાભાગના ભાજપના નેતાઓને સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે અને તેઓ સુરક્ષિત સ્થળોએ રહે છ
