વિવાદિત નિવેદનો માટે જાણીતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે શુક્રવારે ફરી એકવાર રામ મંદિર સંદર્ભે નિવેદન આપ્યું છે. નિવેદન અંગે ભાજપ નેતૃત્વનો પ્ર્તિબંધ હોવા છતાય તેમણે કહ્યું, ‘કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી છે તેવી જ રીતે અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ કરવામાં આવશે. અગાઉ પણ ભાજપમાં તેમના નિવેદન ને લઈને વિરોધ ના સૂર ઉઠ્યા છે. અને તેમને પાર્ટી દ્વારા જાહેરમાં બોલવા અને આવા વિવાદાસ્પદ નિવેદનો ટાળવાની સલાહ આપવામાં આવી હતી.
કોંગ્રેસે ‘મૂર્ખ’ કહ્યું, તેથી ભાજપે પણ પોતાને દૂર કર્યા
કોંગ્રેસે આ નિવેદનને મૂર્ખતા ભર્યું ગણાવ્યું છે, જ્યારે બીજેપીએ પણ તેમના નિવેદનોને અંગે કોઈ ટિપ્પણી આપવાનું ટાળ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીયાએ કહ્યું કે, સાધ્વીનો આ વ્યક્તિગત અભિપ્રાય છે. હું કોઈ ટિપ્પણી કરીશ નહીં.
પૂર્વ સાંસદ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરને શ્રદ્ધાંજલિ આપવા માટે એક શોક સભામાં તેમણે કહ્યું કે વિપક્ષ ભાજપ નેતાઓને નુકસાન પહોંચાડવા માટે ‘મારણ શક્તિ’નો ઉપયોગ કરી રહ્યું છે. તેમના આ નિવેદન અંગે ઘણી ટીકાઓ થઈ હતી. આ પછી એવા સમાચાર આવ્યા હતા કે તેમને પક્ષ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
એવા અહેવાલો આવ્યા છે કે સાધ્વી પ્રજ્ઞા પક્ષમાં એકલા થઈ ગયા છે અને ભાજપે જાહેર સ્થળોએ બોલવાની ના પાડી દીધી છે. પક્ષનું કહેવું છે કે, તાજેતરના મહિનાઓમાં તેમના નિવેદનોથી નેતૃત્વ શરમજનક સ્થિતિ અનુભવી રહ્યું છે. છતાંય પ્રજ્ઞા ઠાકુર વિવાદિત નિવેદન આપવાનું ચાલુ જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
