રાજકીય/ કોંગ્રેસમાં વધુ એક ગાબડું, કોંગ્રેસનાં ધારાસભ્ય અશ્વિન કોટવાલ કરશે કેસરિયા

છેલ્લા ઘણા સમયથી ઉત્તર ગુજરાતનાં કોંગ્રેસનાં ધારાસભ્ય અશ્વિન કોટવાલના ભાજપમાં જોડાવાની અટકળો ચાલતી હતી. જેનો આજે અંત આવ્યો છે. અશ્વિન કોટવાલે કોંગ્રેસમાં તમામ હોદ્દા ઉપરથી આજે લેખિતમાં રાજીનામું આપ્યુ છે.

Top Stories Gujarat
Untitled 3 કોંગ્રેસમાં વધુ એક ગાબડું, કોંગ્રેસનાં ધારાસભ્ય અશ્વિન કોટવાલ કરશે કેસરિયા
  • અશ્વિન કોટવાલે કૉંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ
  • કોંગ્રેસના તમામ હોદ્દા પરથી આપ્યું રાજીનામુ
  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને લેખિત જાણ કરી
  • તમામ હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામુ
  • કોટવાલ સમર્થકો સાથે કેસરિયો ધારણ કરશે

ચૂંટણી આવે અને કોંગ્રેસનાં ધારાસભ્યોમાં પક્ષ પલતાની મોસમ ખીલી ઊઠે છે. છેલ્લા ઘણા સમયથી ઉત્તર ગુજરાતનાં કોંગ્રેસનાં ધારાસભ્ય અશ્વિન કોટવાલના ભાજપમાં જોડાવાની અટકળો ચાલતી હતી. જેનો આજે અંત આવ્યો છે. અશ્વિન કોટવાલે કોંગ્રેસમાં તમામ હોદ્દા ઉપરથી આજે લેખિતમાં રાજીનામું આપ્યુ છે. તેમણે ગુજરાત પ્રદેશ પ્રમુખને આ અંગે લેખિતમાં જાણ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અશ્વિન કોટવાલ એક હજારથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પક્ષથી નારાજ ચાલી રહ્યા હતા. અને આજે તેમની નારજગીનો અંત આવ્યો છે. એ કોંગ્રેસ સાથે છેડો ફડયો છે. શક્તિ પ્રદર્શન કરી કમલમ પહોંચશે અને ભાજપમાં જોડાશે.

  • આજે વિજય મુર્હતમાં જોડાશે કોટવાલ…
  • ૨૦૦ થી વધુ ગાડીઓમાં ૮૦૦ થી ૧૦૦૦ કાર્યકરો પહોચશે કમલમ 
  • શક્તિ પ્રદર્શન સાથે મોટી સંખ્યામાં નિકળશે…
  • કોંગ્રેસના હોદ્દેદારો સહિતના લોકો પણ જોડાશે કાફલામાં…
  • ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના ના કાર્યકરો પણ થશે સામેલ…
  • રાજ્ય કક્ષાના પુરવઠા પ્રધાન ગજેન્દ્ર સિંહ પરમાર પણ કોટવાલ સાથે પહોચશે કમલમ..

ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ ત્રણ-ચાર ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી હતી. પરંતુ આદિવાસી બાહુલ્ય ધરાવતા આ વિસ્તારમાં અશ્વિન કોટવાલ થકી ભાજપને  પોતાનું પ્રભુત્વ જમાવવામાં સફળ થશે તેવું હાલ લાગી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક માઠી ત્રણ બેઠક ઉપર તો ભાજપનું પ્રભુત્વ હતું. પરંતુ  આદિવાસી બાહુલ્ય ધરાવતી ખેડબ્રહ્મા બેઠક કોંગ્રેસ પાસે હતી. અશ્વિન કોટવાલના કેસરિયો ધારણ કરતાં જિલ્લાની ચારેય બેઠકો પર હવે ભાજપનું બહુમતી નક્કી જ છે.

અત્રે નોધનીય છે કે અશ્વિન કોટવાલમાં પુત્ર ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસમાથી ઊભા રહ્યા હતા. પરંતુ તેમને પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

તો બીજી બાજુ આજ બેઠક ને અડીને આવેલી ભિલોડા બેઠક ઉપર પણ ભાજપની નજર છે. 

ભિલોડાના કોંગ્રેસી ધારાસભ્ય  અનિલ જોશિયરનું નિધન થયું છે. ત્યારે બેઠક ઉપર તેમના પુત્રને ભાજપમાં સામેલ કરવા ભાજપ વતી પ્રયાસો  હાલ ચાલી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેવલ જોષીયારાને ભાજપમાં જોડાવવા અંગે તેજ પ્રયાસો ચાલી રહ્યા છે. ભીલોડાની બેઠક જીતવા માટે કેવલ જોષીયારાને ભાજપમાં લાવવામાં આવશે. ભીલોડા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અને અનિલ જોષીયારા ભિલોડાથી સતત 5 ટર્મથી જીતતા આવ્યા હતા.જોકે હવે તેમના નિધન બાદ આ બેઠક પોતાના ખાતામાં લાવવા માટે ભાજપ તેજ પ્રયાસો કરી રહ્યું છે.

ભિલોડા બેઠક ભાજપ માટે કેમ મહત્વની ?

  • અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક હાલ કોંગ્રેસ પાસે છે
  • આદિવાસી પૂર્વ પટ્ટીમાં અરવલ્લી જિલ્લો મહત્વનો
  • ભીલોડા અરવલ્લીની અને આદિવાસી પૂર્વ પટ્ટાની મહત્વની બેઠક
  • ભીલોડાને અડીને આવેલી ખેડબ્રહ્મા બેઠક પણ કોંગ્રેસ પાસે છે
  • ભીલોડા બેઠક ઉપર દિવંગત નેતા અનિલ જોષીયારાનો દબદબો રહ્યો છે
  • જો જોષીયારાના દીકરા ભાજપમાં આવે તો પક્ષને ફાયદો થાય
  • અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ફાયદો થઈ શકે
  • ચૂંટણી પહેલા જોષીયારાના પરિવારને ભાજપ પક્ષમાં લાવવા માંગે છે
  • આદિવાસી પટ્ટીમાં હાલ કોંગ્રેસ મજબૂત છે
  • સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદમાં કોંગ્રેસનું સંખ્યાબળ વધુ છે
  • મધ્ય ગુજરાતની આદિવાસી પટ્ટીમાં પણ કોંગ્રેસ મજબૂત છે
  • ભાજપ અશ્વિન કોટવાલની સાથે જોષીયારાના દિકરાને પણ પક્ષમાં લાવવા માંગે છે

જેવા સાથે તેવા / ચીનાઓ હવે ટુરિસ્ટ વિઝા પર ભારત આવી શકશે નહીં , ઇસ્યુ થયેલા વિઝા કરાયા સસ્પેન્ડ