Gujarat Rajkot/ રાજકોટના TPO સાગઠિયાનું વધુ એક કૌભાંડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદાજે 16 કરોડ રૂપિયાની કિંમતની જમીન બિલ્ડરને આપી દીધી

Top Stories Gujarat Rajkot
Rajkot News : રાજકોટના અગ્નિકાંડના બનાવ બાદ ટીપીઓ સાગઠિયાના કૌભાંડ એક પછી એક બહાર આવી રહ્યા છે.જેમાં અગ્નિકાંડ બાદ હવે સાગઠિયાનું જમીન કૌભાંડ પણ બહાર આવ્યું છે. જેને પગલે સાગઠિયાની દશા બેઠી હોય તેમ જણાઈ રહ્યું તપાસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી જમીન બિલ્ડરને પધરાવી દીધી હોવાનું જણાયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદાજે 16 કરોડ રૂપિયાની કિંમતની જમીન બિલ્ડરને આપી દીધી હોવાનું કહેવાય છે. બિલ્ડરને આ જમીન પધારવવાના મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ પરણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
55 વર્ષ પહેલા કલેકટરે જમીન યુનિવર્સિટીને ફાળવી હતી. પરંતુ ટીપીઓ સાગઠિયાએ આ જમીન બિલ્ડરને પધરાવી દીધી હતી.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ના કલંકિત ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા દ્વારા સંચિત કરાયેલી અપ્રમાણસર મિલકતો જો એન્ટી કરપ્શન બ્યુરો ( ACB ) દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં કંઈપણ આગળ વધવાની ધારણા છે . અગાઉ તેના ભાઈની ઓફિસમાંથી કુલ રૂ. 18 કરોડની કિંમતનું સોનું, ચાંદી, હીરા અને અન્ય કીમતી ચીજવસ્તુઓ રિકવર કર્યા બાદ, ભ્રષ્ટાચાર નિરીક્ષકને જાણવા મળ્યું છે કે સાગઠિયા પાસે પેટ્રોલ પંપ , ખેતીની જમીન અને અન્ય સ્થાવર મિલકતો પણ તેમના જીવનસાથીના નામે નોંધાયેલી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારે વરસાદના લીધે દ્વારકામાં બિલ્ડિંગ ધરાશાયી, ત્રણના મોત

આ પણ વાંચો: ગુજરાતમાં તોફાની વરસાદનું રેડ એલર્ટ, NDRFએ સંભાળ્યો હવાલો, એરફોર્સે પણ હાથ લંબાવ્યો

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદ