આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ટ્વિટ બોમ્બ રાજ્ય સરકાર પર ઝીંક્યો છે. તેમણે ટ્વિટ કરીને ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષાના પરિણામની કોપી મૂકી છે. તેની સાથે ટ્વિટ કરીને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને સવાલ પુછયો છે. યુવરાજસિંહ જાડેજાએ ટ્વિટ કર્યું છે કે માનનીય શ્રી જીતુભાઈ વાઘાણીને પ્રશ્ન છે. શું આને પણ કોપી કેસમાં જ ગણવામાં આવશે? મે તો આના કરતા પણ વધારે પુરાવા આપ્યા છે અને હજીપણ આપીશ. જેલમાં ખોટી રીતે નાખી શકશો, પંરતુ શું આ સત્યને દબાવી શકશો? મહત્વપૂર્ણ છે કે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરીક્ષાના પરિણામોમાં નિશ્ચિત જાતિના યુવાનોના નામ છે અને આના સંદર્ભે તેમણે રાજ્ય સરકારને નિશાને લીધી છે.
આ પણ વાંચો: શાળાઓ બંધ રહેશે કે નહીં? જાણો DDMAની બેઠકમાં લેવાયેલો નિર્ણય
