સોશિયલ મીડિયા પર અવાર-નવાર કેટલાક વીડિયો છવાયેલા રહે છે. જો કે, ક્યારેક વીડિયો ચોંકાવી દે તેવા હોય છે અને ક્યારેક તે હાસ્યજનક હોય છે. પરંતુ, કેટલીકવાર એવા વીડિયો પણ જોવા મળે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તાજેતરમાં, સહદેવ નામનો છોકરો સોશિયલ મીડિયા પર તેના વીડિયોને કારણે ચર્ચામાં છે. અગાઉ તેણે ‘બચપન કા પ્યાર’ ગીત ગાઈને ધમાલ મચાવી હતી. આ પછી ‘Bella Ciao’ નો વીડિયો વાયરલ થયો હતો. વળી, હવે આ ગીતનું ગુજરાતી વર્ઝન સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.
આ પણ વાંચો – OMG! / 45 મિનિટ સુધી મૃત રહેલી મહિલા અચાનક જીવતી થઇ, ડોક્ટર્સની ટીમ ચોંકી ગઇ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં જ લોકો રિમેક બનાવવાનું શરૂ કરે છે. એટલું જ નહીં, તેઓ તેના પર ઘણી જુદી જુદી રીતે વીડિયો બનાવીને ધૂમ મચાવતા રહે છે. હવે વાયરલ થઈ રહેલો આ વીડિયો જુઓ, કેવી રીતે ‘Bella Ciao’ ગીતનું ગુજરાતી વર્ઝન ધૂમ મચાવી રહ્યું છે. વીડિયોમાં તમે એક યુવક કાર્યક્રમ દરમિયાન ગુજરાતી વર્જનમાં ‘Bella Ciao’ ગીત ગાતા જોઈ શકો છો. એટલું જ નહીં, આ વ્યક્તિની સ્ટાઇલ જોઇને તમે પણ વિચારશો કે આ શું કરી રહ્યો છે. તાજેતરમાં આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
https://www.instagram.com/p/CUDMUFppilG/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – OMG! / મહિલાએ બનાવ્યા ડોલ્ફિન સાથે શારીરિક સંબંધ, બ્રેકઅપ થયુ તો ડોલ્ફિને કર્યુ મોતને વ્હાલું
જે રીતે વ્યક્તિએ આ ગીત ગાયું છે તે જોઈને તમે પણ દંગ રહી જશો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ghantaa’ નામનાં એકાઉન્ટ સાથે શેર કરવામાં આવ્યું છે. આ વીડિયો કેટલો ફેલાયો છે તેનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે આ વીડિયોને અત્યાર સુધી 23 લાખથી વધુ લોકો દ્વારા જોવાઇ ચુક્યો છે. વળી, મોટી સંખ્યામાં લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. જ્યારે, કોમેન્ટ્સની પ્રક્રિયા પણ સતત ચાલી રહી છે. તમને ‘Bella Ciao’ નું ગુજરાતી વર્ઝન કેવું લાગ્યું, કોમેન્ટ કરીને જણાવો.
