Not Set/ એન્ટિલિયા કેસમાં નવો એંગલ, પવારના દાવા પર ફડણવીસના પ્રહાર, અનિલ દેશમુખ ક્વોરન્ટિન નહતા

દેશમાં છવાયેલા એન્ટેલિયા કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી રહી છે. અને જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે

India

દેશમાં છવાયેલા એન્ટેલિયા કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી રહી છે. અને જેના કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. અને એન્ટિલિયા કેસ દરમિયાન ભ્રષ્ટાતારના આરોપોમાં ફસાયેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને બચાવવા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો પ્લાન ફેલ થતો દેખાઈ રહ્યો છે્.

15 ફેબ્રુઆરીએ પ્રાઈવેટ જેટમાં નાગપુરથી મુંબઈ આવ્યા હતા

એન્ટિલિયા કેસ દરમિયાન ભ્રષ્ટાતારના આરોપોમાં ફસાયેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને બચાવવા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી નો પ્લાન ફરી એક વાર ફેલ થતો દેખાઈ રહ્યો છે. 100 કરોડની વસુલીના આરોપીમાં NCP ચીફ શરદ પવારે સોમવારે દેશમુખનો બચાવ કરતાં કહ્યું હતું કે, દેશમુખ કોરોના પોઝિટિવ હોવાના કારણે 6 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી નાગપુરમાં જ રહ્યા હતા. જોકે દેવેન્દ્ર ફડણવીસે આજે આ વિશે પ્રેસ કોન્ફરન્સ કરીને શરદ પવારે આપેલી માહિતીને ખોટી ગણાવી છે.મહારાષ્ટ્રમાં મનસુખ હિરેનના મોત અને 100 કરોડ રૂપિયાની વસૂલી મામલે આજે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે  શરદ પવાર પર ગંભીર આરોપ લગાવ્યા. આ સમગ્ર મામલે અને શરદ પવારે અનિલ દેશમુખની બચાવવા માટે કરેલી સ્પષ્ટતા પર ફડણવીસે 10 મોટા દાવા કર્યા છે.

તો હાલ તો આ મામલે તપાસનો ધમધમાટ ચાલું છે. અને એવામાં સૌ કોઈ અનિલ દેશમુખના રાજીનામાં આપવાની વાત કરી રહ્યા છે. અને આ મમાલે અમિત શાહે પણ કહ્યું છે. મહારાષ્ટ્ર સરકારે્ આ મમલે નૈતિકતા દાખવી જોઈએ. જોકે હાલ તો આ સમગ્ર ઘટનામાં અનિલ દેશમુખની મશ્કેલીઓ વધતી દેખાય છે. અને  પરમબીરે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં પરમબીર સિંહે કહ્યું છે કે, ફેબ્રુઆરી 2021થી દેશમુખ પોલીસ વિભાગના સીનિયર અધિકારીઓને એક સાઈડમાં રાખીને ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના સચિન વઝે અને એસીપી સોશિયલ સર્વિસ બ્રાન્ચ સંજય પાટિલ જેવા અધિકારીઓ સાથે બેઠક કરતાં હતા. અરજીમાં દાવો કરાવમાં આવ્યો છે કે, દેશમુખે તેમને દર મહિને રૂ. 100 કરોડ જમા કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. દેશમુખે તેમને અલગ અલગ સંસ્થાઓ અને અન્ય સોર્સ દ્વારા પૈસા ભેગા કરવાનો આદેશ આપ્યો હતો. પરમબીર સિંહની અરજીમાં મહારાષ્ટ્ર સરકાર, ગૃહ મંત્રાલય અને CBIને પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. તો હવે આ મામલે તપાસનો ધમધમાટ વધુ તેજ કરવામાં આવ્યો છે.