15 ઓગષ્ટનાં રોજ, દેશ 73 મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. આ દિવસે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા હતા. પરંતુ, શું તમે જાણો છો કે આ દિવસે ભારત એકમાત્ર એવો દેશ નથી કે જેને આઝાદી મળી. અન્ય 5 દેશો પણ 15 ઓગષ્ટનાં રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. આ દેશોમાં કાંગો, દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, બહેરિન અને લિચેંસ્ટીન શામેલ છે. ચાલો આ બધા દેશોની સ્વતંત્રતાનાં ઇતિહાસ વિશે થોડું વધુ જાણીએ.
ભારત
બ્રિટિશરો દ્વારા લગભગ 200 વર્ષ લાંબા શાસન બાદ 15 ઓગષ્ટ, 1947 માં ભારતને આઝાદી મળી હતી. ભારત છોડતા પહેલા, અંગ્રેજોએ તેને બે ભાગમાં વહેંચી દીધું હતું. બીજો ભાગ પાકિસ્તાનનાં રૂપે સામે આવ્યો હતો. જો કે પાકિસ્તાન તેનો સ્વતંત્રતા દિવસ 14 ઓગષ્ટે મનાવે છે.
ઉત્તર-દક્ષિણ કોરિયા
આ બન્ને દેશો 15 ઓગષ્ટનાં રોજ તેમની આઝાદીની ઉજવણી કરતા આવ્યા છે. તેને ‘કોરિયાનો રાષ્ટ્રીય મુક્તિ દિવસ’ કહેવામાં આવે છે. 1945 માં આ દિવસે, યુએસ અને સોવિયતની સેનાએ કોરિયાઇ દ્વીપકલ્પથી જાપાનને ઉથલાવી નાખ્યુ હતુ. આ દિવસને ગ્વાંગબોકજિયોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બહેરીન
15 ઓગષ્ટ, 1971 નાં રોજ આ દેશને બ્રિટીશ શાસનથી આઝાદી મળી હતી. બહેરીનનાં લોકોની વચ્ચે સંયુક્ત રાષ્ટ્રનાં સર્વે બાદ બ્રિટિશરોએ આ દેશ છોડી દીધો હતો. બન્ને દેશોએ ‘મિત્ર સંધી’ પર હસ્તાક્ષર કર્યા હતા.
લિન્ચેસ્ટીન
આ વિશ્વનો છઠ્ઠો સૌથી નાનો દેશ છે. 1866 માં તે જર્મનીનાં શાસનમાંથી મુક્ત થયુ હતુ. આ દેશ પોતાનો સ્વતંત્રતા દિવસ 15 ઓગષ્ટનાં રોજ ઉજવે છે. આ દિવસે, સામાન્ય લોકોને રોયલ ફેમિલી સાથે વાતચીત કરવાની તક મળે છે.
કાંગો
1960 થી 15 ઓગષ્ટને કાંગોમાં ‘કાંગોલીઝ નેશનલ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે, 80 વર્ષ ગુલામી પછી, કાંગોનાં લોકોને ફ્રાન્સથી સંપૂર્ણ સ્વતંત્રતા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
