noida news/ નોઈડામાં ડે કેરમાં 15 મહિનાની બાળકીને બે વાર જમીન પર ફેંકી દિવાલ સાથે માથુ અથડાવ્યું, બચકા ભર્યા

આખી ઘટના રૂમમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ

Top Stories India

Noida News : ગ્રેટર નોઈડમાં 15 મહિનાની બાળકી સાથે ક્રુરતાનો બનાવ સામે આવ્યો છે. અહીં આવેલા એક ડે કેર સેન્ટરમાં મહિલા સ્ટાફે બાળકીને બૂબ માર માર્યો હતો. તેના મોઢામાં રમકડું ઘુસાડ્યું. તેને બેવાર જમીન પર ફેંકી દીધી. તેની પીઠ પર જોરથી માર્યું. તેની છાતી પર મુક્કો માર્યો.પછી તેણે બાળકીનું માથું દીવાલ સાથે અથડાવ્યું. અહીં પણ શાંત ન પડતાં મહિલા સ્ટાફે તેના દાંત વડે બાળકીની સાથળ પર બચકું ભરી લીધું. છોકરી ચીસો પાડતી રહી. આખી ઘટના રૂમમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ક્રૂરતાની 10 મિનિટ 30 સેકન્ડના ફૂટેજ પણ સામે આવ્યા છે.

આ ઘટના 4 ઓગસ્ટ 2025ની છે. છોકરીની માતાની ફરિયાદ પર, ડે કેર ઓપરેટર ચારુ અને સગીર સહાયક વિરુદ્ધ સેક્ટર-142 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બાળકીને ઘરે લઈ ગયા બાદ માતાએ સાથળ પર બચકાંનાં નિશાન જોયાં સોસાયટીમાં રહેતી મોનિકા દેવીનો આરોપ છે કે તે તેની દીકરી વેદાંશી પટેલને દરરોજ બે કલાક માટે બ્લિપ્પી ડે કેરમાં મોકલે છે. 4 ઓગસ્ટે જ્યારે તે બાળકીને ઘરે લઈને આવી ત્યારે તે જોરથી રડી રહી હતી. કપડાં બદલતી વખતે તેણે તેના બંને જાંઘ પર દાંતનાં નિશાન જોયાં. આ પછી તે બાળકને ડૉક્ટર પાસે લઈ ગઈ. ડૉક્ટરે તેને કહ્યું કે આ બચકું ભર્યાનાં નિશાન છે.

જાણો સીસીટીવી ફૂટેજમાં શું દેખાય છે મોનિકાએ કહ્યું- મેં આ બાબતની ફરિયાદ ડે કેર ચલાવતી ચારુ અને આસિસ્ટન્ટને કરી. આના પર બંનેએ મને ધમકી આપી અને મારી સાથે અભદ્ર વર્તન કર્યું. પહેલા તો ઓપરેટરે સીસીટીવી બતાવવાની ના પાડી, પરંતુ બાદમાં વિરોધ કરતાં ફૂટેજ બતાવ્યા. 10 મિનિટ 30 સેકન્ડના ફૂટેજમાં આસિસ્ટન્ટ 15 સેકન્ડે છોકરીને માર મારી રહી છે. પછી 1.26 મિનિટે તે છોકરીના મોઢામાં એક રમકડું ઘુસાડી રહી છે.

4.12 અને 4.26 મિનિટે તે બાળકને બેવાર જમીન પર ફેંકે છે. 5.38 મિનિટે તે બાળકને સાઇકલ પર બેસાડે છે અને તેની પીઠ પર જોરથી મારે છે. 8.44 મિનિટે તે બાળકને લાફો મારે છે. પછી 9.28 મિનિટે, તે બાળકનું માથું દીવાલ સાથે અથડાવે છે. 9.45 મિનિટે તે બાળકને છાતીમાં મુક્કો મારે છે.
દર મહિને 3500 રૂપિયા ચાર્જ કરે છે સેક્ટર-142 પોલીસ સ્ટેશને છોકરીની તબીબી તપાસ કરાવી અને આરોપી સહાયકને કસ્ટડીમાં લીધી. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું ડે કેર માન્ય લાઇસન્સ વિના ચાલી રહ્યું હતું.

સોસાયટીના રહેવાસી શેખર ઝા કહે છે કે સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર ભાડાના ફ્લેટમાં એક ડે કેર ચલાવવામાં આવી રહ્યું છે. દર મહિને બાળક માટે 3500 રૂપિયા વસૂલવામાં આવે છે. એવો આરોપ છે કે આસિસટન્ટ યુવતીની માનસિક સ્થિતિ સારી નથી. આવી ફરિયાદો અગાઉ પણ સામે આવી છે.

12 બાળક ડે કેરમાં જાય છે આ કેસના તપાસ અધિકારી અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિનોદ કુમાર મિશ્રા કહે છે કે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આસિસટન્ટ સગીર છે. ઓપરેટરે પોતે બાળકોની સંભાળ રાખવામાં બેદરકારી દાખવી હતી. આ ડે કેરમાં લગભગ 12 નાનાં બાળકો આવે છે. આ સંવેદનશીલ જવાબદારી એક સગીરને સોંપવામાં આવી હતી. આ તમામ પાસાંની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ કલમો હેઠળ કેસ નોંધાયો પોલીસે આસિસટન્ટ અને ઓપરેટર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 115 (2) (સ્વૈચ્છિક રીતે નુકસાન પહોંચાડવું), 352 (શાંતિ ભંગ કરવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક અપમાન) અને 351 (2) ગુનાહિત ધાકધમકી હેઠળ કેસ નોંધ્યો છે. DCP શક્તિ મોહન અવસ્થીએ જણાવ્યું હતું કે- ઓપરેટર ચારુની પૂછપરછ કરવામાં આવી રહી છે. સગીર આસિસ્ટન્ટને કસ્ટડીમાં લેવામાં આવી છે.

પોલીસ કમિશનરેટે બાળ કલ્યાણ અને BSAને પત્ર લખ્યો ગૌતમ બુદ્ધનગર પોલીસ કમિશનરેટે ડે કેર સેન્ટર બ્લિપ્પીની તપાસ કરવા માટે BSA અને બાળ કલ્યાણ સંગઠનને પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે આવી ઘટનાઓ અટકાવવા માટે નિયમોનું પાલન કરવું જોઈએ. જિલ્લાના તમામ ડે કેર સેન્ટરોમાં CCTV લગાવવા જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  CBSEએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે નવા CCTV નિયમો લાગુ કર્યા

આ પણ વાંચો:  CBSE એ જાહેર કર્યું 12મા ધોરણનું પરિણામ, 88.39 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ

આ પણ વાંચો:  CBSE એ રાજ્યની શાળાઓને ભણાવ્યો પાઠ, 14 CBSE શાળાઓની માન્યતા રદ્દ, ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ થયું ઉજાગર