Not Set/ ડાંગ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવા અરજી

કોંગ્રેસના ઉમેદવારો દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનું ઉમેદવારી ફોર્મ રદ કરવા અરજી કરવામાં આવી છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલે ચૂંટણી અધિકારીને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે અરજી કરી છે.

Top Stories Gujarat Others
અબડાસા 6 ડાંગ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવા અરજી

  • ફોર્મ રદ કરવા ભાજપના ઉમેદવારે કરી અરજી
  • સુર્યકાંત ગાવિતનું ફોર્મ રદ કરવા વિજય પટેલે કરી અરજી
  • ભાજપ ઉમેદવાર વિજય પટેલે ચૂંટણી અધિકારીને કરી અપીલ
  • દસ્તાવેજી પુરાવા સાથે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારીને કરી ફરિયાદ
  • સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન થયુ હોવાનો ઉલ્લેખ
  • અધિકારી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ ન કરે તો કોર્ટમાં જશે વિજય પટેલ

ગુજરાતમાં પેટા ચૂંટણીના આટાપાટા શરુ થી ચુક્યા છે.  પેટા ચૂંટણીની તમામ ૮ બેઠકો પર ઉમેદાવરી પત્ર ભરાઈ ચુક્યા છે. ત્યારે આજ રોજ દંગ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ ભાજપના ઉમેદવાર દ્વારા અરજી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસના ઉમેદવારો દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિતનું ઉમેદવારી ફોર્મ રદ કરવા અરજી કરવામાં આવી છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલે ચૂંટણી અધિકારીને કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરવા માટે અરજી કરી છે. તો સાથે સાથે કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત દ્વારા કરવામાં આવેલ એફિડેવિટમાં ઘણી બધી ભૂલો હોવાનું પણ માહિતી આપી છે.

જો ચૂંટણી અધિકારી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ ન કરે તો કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે. ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ પૂર્ણેશ મોદીએ આ માહિતી કરી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.